ટેકનૉલોજિ કરદાતાની સગવડતા માટે હોવી જોઈએ, કરદાતાને હેરાન કરવા માટે નહીં!!: બોમ્બે હાઇકોર્ટ. GST પોર્ટલ સામે આપવામાં આવ્યો મહત્વનો ચુકાદો

Spread the love
Reading Time: < 1 minute

પક્ષકારો:  BMW ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા. લી વી. ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર, GST કાઉન્સીલ, GST નેટવર્ક વી. 

 કોર્ટ: બોમ્બે હાઇકોર્ટ

રીટ પિટિશન નંબર: WP-LD-VC-85 OF 2020

ઓર્ડર તારીખ: 29.10.2020

કેસના તથ્યો:

  • અરજદાર નાણાકીય સેવાઓ પૂરી પડતી કંપની છે.
  • તેઓ મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં GST નંબર ધરાવે છે.
  • તેઓએ 27 ડિસેમ્બર 2017 ના રોજ GST હેઠળ અગાઉના કાયદા હેઠળ ખેંચવાની થતી ક્રેડિટ માટેનું ફોર્મ TRANS 1 ભર્યું હતું. અને અંદાજે 17 લાખ જેવી ક્રેડિટ માંગી હતી.
  • આ ફોર્મ યોગ્ય રીતે ભરાય ગયું હતું અને આ અંગે ARN પણ તેઓને આપવામાં આવ્યો હતો.
  • પરંતુ આ ક્રેડિટ તેઓના ક્રેડિટ લેજરમાં જમા થઈ ના હતી.

કોર્ટનો ચુકાદો:

ડિજિટલાઇઝેશન એ કરદાતાઓને મદદરૂપ બનવા થવું જોઈએ, તેમને હેરાનગતિ ઊભી કરવા નહીં. આ કેસમાં એ તથ્ય ઉપર કોઈ સવાલ નથી કે કરદાતા દ્વારા 27 ડિસેમ્બર 2020ના રોજ TRANS-1 ભરવામાં આવ્યું હતું. જો કોઈ કારણસર આ ક્રેડિટ લેજરમાં આવી ના હોય તો આ અંગે ચકાસણી કરી કરદાતાને આ ક્રેડિટ યોગ્ય જણાય તો આપવી જરૂરી છે. આ અંગે 4 અઠવાડિયામાં નિર્ણય લેવા સામેવાળા (ડિપાર્ટમેંટ) ને જણાવવામાં આવ્યું હતું.

 

error: Content is protected !!