કોવિડ 19 દરમ્યાન પ્રથમવાર GST કલેક્શન 1 લાખ કરોડથી થયું પાર

Spread the love
Reading Time: < 1 minute

ફેબ્રુઆરી બાદ પ્રથમવાર એક લાખ પાર થઈ GST ની ઉઘરાણી. ઓક્ટોબરમાં 1.05 લાખ કરોડનો GST ઉઘરાવવામાં આવ્યો

તા. 01.11.2020: કોરોનાના મુશ્કેલ સમયમાં વ્યક્તિગત રીતે તો આર્થિક નુકસાન ગયું જ છે પરંતુ સરકારી તિજોરી ઉપર પણ એની ખૂબ ગંભીર અસર પડી છે. લોકડાઉનના કારણે GST કલેક્શનમાં પણ ખૂબ મોટી કમી આવી હતી. અનલોક શરૂ થતાં ધીમે ધીમે GST કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે આ નાણાકીય વર્ષમાં સૌપ્રથમવાર માસિક GST કલેક્શન 1 લાખ કરોડથી વધુ દર્જ થયું છે. કુલ 1.05 લાખ કરોડના GST ઓએકી નીચે મુજબ ટેક્સ વાર આંકડા પ્રાપ્ત થયા છે.

IGST.    52540 કરોડ

CGST    19193 કરોડ.

SGST.    25411 કરોડ

CESS.     8011  કરોડ

કુલ.        105155 કરોડ

1 લાખ કરોડ ઉપર GST કલેક્શન એ સરકાર માટે આવક ક્ષેત્રે તો સારી ખબર છે જ પણ આ વધેલા ટેક્સ કલેક્શનને અર્થતંત્ર પાટા પર ચડી રહયા સંકેતો પણ આર્થિક નિષ્ણાતો માને છે. ભવ્ય પોપટ, એડિટર, ટેકસ ટુડે.

error: Content is protected !!