ટેક્ષેશન એડવાઈઝરસ અસોશીએસ્ન – જુનાગઢ દ્વારા જીલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્ય તથા CGST અને SGST ના અધિકારીઓને જી.એસ.ટી. પોર્ટલ ની સમસ્યાઓ અંગે આપવામાં આવ્યું આવેદન:

Spread the love
Reading Time: < 1 minute

તા. 13.02.2020: સમગ્ર ગુજરાતમાં એકજ દિવસે તમામ જિલ્લાઓમાં સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર, CGST-SGST ના ઉચ્ચ અધિકારીઓ ને જી.એસ.ટી. ની ટેકનિકલ ખામીઓ અંગે આવેદન આપવામાં આવ્યા હતા. જુનાગઢના ૫૦ જેટલા કર નિષ્ણાંતોએ સાથે મળી, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી, ને મળી જી.એસ.ટી. પોર્ટલ અંગે ની ટેકનિકલ ક્ષતિઓ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુનાગઢ ના અડીશનલ કલેકટર , CGST ના Assistant Commissioner શ્રી મધુકરકુમાર સાહેબ તેમજ SGST ના Deputy Commissioner શ્રી નીનામા સાહેબ, ને પણ આ અંગે આવેદન પાઠવ્યું હતું. તમામ કર વ્યવસાયીકોએ એક સૂરે જણાવ્યુ હતું કે જી.એસ.ટી. ને એક કર પ્રણાલી તરીકે તેઓ સ્વીકારે છે. પરંતુ જી.એસ.ટી. પોર્ટલ કોઈ રીતે સ્વીકાર્ય નથી. 31 મહિના ઉપર નો સમય પસાર થઈ ગયો હોવા છતાં ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે ટેક્સ પ્રેક્ટિસ કરનાર ખૂબ ત્રસ્ત છે. જી.એસ.ટી. પોર્ટલ ની ખામીઓના લીધે વેપારીઓ ને રીટર્ન ભરવામાં મુશ્કેલી પડે છે, તેમજ મોળા રીટર્ન ભરાય તો લેટ ફી વસુલવામાં આવે છે, જે લેટ ફી નો આંકડો સુત્રો મુજબ રૂ ૪૧૭૨ કરોડ નો છે,માટે જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. અંગે ની ટેકનિકલ ખામીઓનો ભોગ વેપારીઓ બની રહ્યા છે અને આ અંગે તેઓએ જાગૃત થવું જરૂરી છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાતભરમાં જોઇન્ટ એશોશીશન એક્શન કમિટી દ્વારા જાહેર કરાયેલ આવેદન આપવાના કર્યેક્રમના ભાગ રૂપે આ આયોજન થયેલ હતું. ઉપલબ્ધ સમાચારો મુજબ ગુજરાત ના લગભગ તમામ જિલ્લાઓમાં આ આવેદન આપવામાં આવ્યા છે. ટેક્ષેશન એડવાઈઝરસ અસોશીએસ્ન- જુનાગઢ  દ્વારા આ તકે તમામ સભ્યોનો આભાર માનવમાં આવ્યો છે.

ટેક્ષ એડવોકેટ પ્રતિક મિશ્રાણી, ટેક્સ ટુડે.

error: Content is protected !!