દુકાનો, ઓફિસો ખોલવા મોટા ભાગ ના જિલ્લાઓ માં શરતી પરવાનગી.. શું તમે દુકાન/ઓફિસ ખોલી શકશો??
ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
વાંચો અલગ અલગ જિલ્લાઓના જાહેરનામાઓ…..દુકાનો તથા ઓફિસો ત્યારેજ ખોલો જ્યારે તમારા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા વડે છૂટ આપવામાં આવે!!
જિલ્લા કલેક્ટરો ને ટેક્સ ટુડે વતી અપીલ… જાહેરનામા જલ્દી બહાર પાડી, લોકો ની દ્વિધા કરો દૂર!
તા: 04.05.2020: કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની માર્ગદર્શિકા ઉપરથી લોકડાઉન માં રાહતો આપતા ઠરાવ વિવિધ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ટેક્સ ટુડે ને જે જાહેરનામા મળ્યા છે આ જાહેરનામામાં ગુજરાત રાજ્ય ના પોરબંદર, અમરેલી, જુનાગઢ, જામનગર, કચ્છ જિલ્લા કલેક્ટર ના જાહેરનામાઓ છે. આ તમામ જાહેરનામા વાચકો ના લાભાર્થે આ લેખ માં આપેલ છે.
આ જાહેરનામામાં જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિક પરિસ્થિતી ને ધ્યાને રાખી દુકાનો તથા ઓફિસો ખોલવા પરવાનગી આપેલ છે. તમામ જાહેરનામા માં રાહતો ચોક્કસ છે અને મોટા ભાગની દુકાનો તથા ઓફિસો ખોલવા આ જાહેરનામા માં અનુમતિ આપવામાં આવેલ છે. અમુક જાહેરનામા માં મેઇન બજારમાં દુકાનો વારા ફરતી કે ઓડ/ઇવન મુજબ ખોલવા જણાવેલ છે (અમરેલી) તો અમુક જાહેરનામા માં જરૂરી ચીજ વસ્તુ ની દુકાનો ખોલવાનો સમય સવારે અને એ સિવાય ની દુકાનો/ઓફિસો ખોલવાનો સમય બપોરનો રાખેલ છે(જુનાગઢ). વકીલો, CA, એંજિનિયર જેવા વ્યવસાયિકો ને પણ આ જાહેરનામા માં ઓફિસો ખોલવા શરતી પરવાનગી આપેલ છે.
દરેક જિલ્લા માટેની શરતો નું એક સાથે લખવું શક્ય ના હોય માટે આ જાહેરનામા જે ગુજરાતીમાં જ છે, તે વાચકો માટે આપી રહ્યો છું. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ 9924121700 ઉપર વોટ્સ એપ દ્વારા (ફોન દ્વારા નહીં પ્લીઝ) પૂછી શકો છો. ભવ્ય પોપટ, એડિટર
gir somnath Gir somnath Part 2
લોકડાઉન અંગે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના છૂટછાટ ના નિયમો વાંચવા નીચેની લિન્ક ક્લિક કરો.
https://taxtoday.co.in/news/11912
Jay somnath
Thanks for information on this msg
Thanks