ધી ઉના પીપલ્સ કો ઓપ. બેન્ક લી. ઉના ની વાર્ષિક સભા યોજાઈ

Spread the love
Reading Time: < 1 minute

તા: ૨૭.૦૭.૨૦૧૯, ઉના: ધી ઉના પીપલ્સ કો ઓપ બેન્ક લી ની વાર્ષિક સાધારણ સભા આજરોજ બેન્ક ખાતે યોજવામાં આવેલ હતી. સાધારણ સભામાં ગત વર્ષ ની મિટિંગ ના એજન્ડા નું વાંચન તથા બહાલી આપવામાં આવેલ હતી. ચાલુ વર્ષ માટે ઓડિટર ની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવેલ હતી. બેંકના ચેરમેન વિજયભાઈ કમવાણી દ્વારા તમામ સભાસદો તથા સાથી ડિરેક્ટરો તથા સ્ટાફ નો વહીવટ માં સહયોગી બનવા બદલ ખાસ આભાર માનવામાં આવ્યો હતો. સાધારણ સભા માં અગ્રણી રામભાઈ વાળા, મગનભાઈ ગજેરા વગેરે એ બેન્ક ની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સુરેશભાઈ જોશી દ્વારા કરવામા આવ્યું હતું. સાધારણ સભા ના સફળ આયોજન માટે જનરલ મેનેજર હરેશભાઇ પેશવાણી તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!
18108