આજે ભારત માં ઉજવાઇ રહ્યો છે 159 મો ઇન્કમ ટેક્સ ડે: ભારતભર ની ઓફિસો માં થશે ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

તા: 24.07.2019: આજે તારીખ 24 જુલાઇ ના રોજ ભારતભર માં ઇન્કમ ટેક્સ ડે ની ઉજવણી કરવામાં આવશે. વર્ષ 1860 ની 24 જુલાઇ ના રોજ બ્રિટિશ ઈન્ડિયા માં પહેલી વાર ઇન્કમ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. આમ, આ 24 જુલાઇ ના રોજ ભારત માં ઇન્કમ ટેક્સ લાગુ થયા ના 158 વર્ષ પુર્ણ થઈ 159 માં વર્ષ માં પ્રવેશ કરશે. નવી દિલ્હી ના આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજે નાણાં મંત્રી નિર્મલા સિથારમણ તથા રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી અનુરાગ ઠાકુર ની ખાસ હાજરી માં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા કાર્યેક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ “ઇંડિયન રેવન્યુ સર્વિસ” (ભારતીય રાજસ્વ સેવા) ના શ્રેષ્ઠ અધિકારીઑ ઉપરાંત ઇન્કમ ટેક્સ ના અધિકારીઓએ જેમણે ઉત્કૃષ્ટ કામગીરી બજાવેલ છે તેમને સન્માનીત કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ ની તમામ રિજિનલ ઓફિસો માં પણ ઇન્કમ ટેકસ ડે નું આયોજન કરવામાં આવશે.

આજ થી દેશભરમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા “ઇ આસિસ્ટ કેમ્પેન” પણ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત કરદાતાઓ ને ઇન્કમ ટેક્સ રિટર્ન ઇ ફાઇલિંગ વિષે માહિતગાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ માં જે ઇન્કમ ટેક્સ કાયદો અમલ માં છે તે 01 એપ્રિલ 1962 ના રોજ લાગુ થયો હતો. આમ અંદાજે 102 વર્ષ સુધી (સ્વતંત્રતા ના 15 વર્ષ સુધી) બ્રિટિશ ઇન્કમ ટેક્સ કાયદો અમલ માં રહ્યો હતો. કેન્દ્ર ની મોદી સરકાર વર્ષો થી ચાલી આવતી ઘણી પરંપરા (ખાસ કરી ને બ્રિટિશ સમય ની પરંપરા) દૂર કરતી આવી છે. હવે જોઈએ કે 24 જુલાઇ ના રોજ ઉજવાતો ઇન્કમ ટેક્સ ડે ની પરંપરા માં ક્યારે ફેરફાર થાય છે!! ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!