ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશન દ્વારા GSTR 4 ની મુદત વધારવા કરવામાં આવી રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

મુદત વધારવા સાથે ફોર્મમાં સરળતા લાવવા પણ કરવામાં આવી રજૂઆત:

ગુજરાત રાજ્યના જી.એસ.ટી. પ્રોફેસનલ્સના સૌથી મોટા એસોશીએશન એવા ધ ગુજરાત સેલ્સ ટેસ્ક બાર એસો. દ્વારા નાણાંમંત્રીને તથા અન્ય સલગ્ન સત્તાધિકારીને GSTR 4 ની મુદત વધારવા રજૂઆત કરવામાં આવેલ છે. 31 ઓગસ્ટના રોજ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ આ ફોર્મ મોડુ ભરવાથી કંપોઝીશનના નાના કરદાતાઑને લેઇટ ફી લાગવાની શરૂ થઈ જશે. એસોશીએશન દ્વારા રજૂઆત કરી આ ફોર્મને સરળ બનાવવા તથા આ ફોર્મ ભરવાની મુદત વધારવા રજૂઆત કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે દેશની નામાંકિત એકાઉન્ટ સૉફ્ટવેર બનાવતી કંપનીઓ પણ આ ફોર્મ અંગેના અપડેટ પોતાના સૉફ્ટવેરમાં સમયસર લાવવામાં સફળ રહી નથી. ખૂબ ઓછા પ્રમાણમા GSTR 4 ફોર્મ ઓનલાઈન અપલોડ થયા હોય, જે સૂચવે છે કે આ ફોર્મમાં કોઈક મુશ્કેલી રહેલી છે. કરદાતાઓ ઇચ્છી રહ્યા છે કે આ ફોર્મ ભરવાની મુદત તો વધારવામાં આવેજ ઉપરાંત આ ફોર્મમાં માંગવામાં આવતી વિગતો પણ ઓછી કરવામાં આવે.

કંપોઝીશનના કરદાતાઓ એ જી.એસ.ટી હેઠળ નાના કરદાતા ગણાય. પરંતુ જી.એસ.ટી. કાઉન્સીલ કે સત્તાધિકારીઓ આ કરદાતાઓને રાહત આપવામાં અન્યાય કરી રહ્યા છે તેવી લાગણી આ કરદાતાઓ અનુભવી રહ્યા છે. જુલાઇ 2017 થી મોડુ રિટર્ન ભરવા માટે કંપોઝીશન સિવાયના કરદાતાઓની લેઇટ ફી માત્ર 500 રૂ કરવામાં આવેલ છે જ્યારે આ લાભ પણ કંપોઝીશનના વેપારીઓને આપવામાં આવી નથી. આજે પણ નાણાકીય વર્ષ 2017-18 કે 2018 19 ના રિટર્ન ભરવામાં કંપોઝીશન કરદાતાઓને 10000/- જેવી લેઇટ ફી ભરવાની થાય છે. એવીજ રીતે કોરોના સંકટના કારણે કંપોઝીશન સિવાયના કરદાતાઑને જે પ્રમાણે મુદત વધારાનો જે લાભ આપવામાં આવ્યો છે તેટલો લાભ કંપોઝીશનના કરદાતાઓ ને આપવામાં આવ્યો નથી તેવી ચર્ચા પણ કરદાતાઓમાં થઈ રહી હોવાની માહિતી મળી રહી છે. નાના વેપારીઓને રાહત આપવા GSTR 4 ની મુદત વધારવામાં આવે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે. 

error: Content is protected !!