જી.એસ.ટી. કાઉન્સીલની 41મી મિટિંગના મુખ્ય નિર્ણયો:

Spread the love
Reading Time: < 1 minute

27.08.2020: જી.એસ.ટી. કાઉન્સીલની 41મી મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા મળી હતી. મળતી માહિતી મુજબ, આજની મિટિંગના મુખ્ય મુદ્દા તરીકે રાજ્યોને આપવામાં આવતા કંપેનશેશન સેસ વિષે ચર્ચા થવાની હતી. નાણાંમંત્રીએ પ્રેસને માહિતી આપતા જણાવ્યુ હતું કે રાજ્યોને બે વિકલ્પો મળશે.

  1. રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર RBI ને રાજ્યોને લોન આપવા મદદ કરશે. આ લોનની ભરપાઈ ભવિષ્યમાં કંપેનશેશન સેસ દ્વારા ચૂકવવા માં આવશે. આ લોનની રકમ 0.97 લાખ કરોડ ની થઈ શકે છે. 
  2. રાજ્યો RBIમાંથી સંપૂર્ણ બાકી રકમની લોન લઈ શકશે. આ નાણાં 2.35 લાખ કરોડ સુધીના તમામ રાજ્યો વચ્ચે કરી શકશે. આ નાણાં ઊભા થવાના ખર્ચને પહોચી વળવા કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે. 

બન્ને વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ પસંદ કરવો તે અંગે રાજ્યોને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બન્ને વિકલ્પોમાં લોનની ચુકવણી તથા વ્યાજની ચુકવણી “સેસ”માં થી કરવામાં આવશે. રાજ્યો ઉપર આ લોનનો કોઈ બોજ પડશે નહીં.  નાણાંમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું કે “સીન ગુડ્સ” ઉપર સેસનો દર વધારવા કોઈ ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવી ન હતી. એક વરિષ્ઠ પત્રકારના પ્રશ્નના જવાબમાં નાણાંમંત્રીએ જણાવ્યુ હતું કે ટુ વિલર કે અન્ય કોઈ ચીજવસ્તુના દર ઘટાડવા માટે આજની મિટિંગમાં ચર્ચા થઈ ના હતી. આ ચર્ચા ક્યારે  થઈ શકે તે અંગે કોઈ જાણકારી આપી શકવા પોતે સમર્થ નથી તેવી સ્પષ્ટતા પણ નાણાં મંત્રીએ કરી હતી.

કરદાતાઓ કે કરવ્યવસાયીઑ આશા રાખી રહ્યા હતા કે કંપોઝીશન કરદાતાઓ માટે ભરવાનું થતું જી.એસ.ટી.આર. 4 કે જેની મુદત 31 ઓગસ્ટ છે તેને વધારવા આ મિટિંગમાં ચર્ચા થશે. પણ આ અંગે કોઈ ચર્ચા થઈ નથી તેવા અહેવાલો મળી રહ્યા છે. પણ કરદાતાઓએ હતાશ થવાની જરૂર નથી. જી.એસ.ટી. કાયદાની કલમ 168 હેઠળ રીમુવલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર લાવી આ તારીખ વધારવામાં આવી શકે છે.

(આ લેખ લખાઇ છે ત્યારે જી.એસ.ટી. કાઉન્સીલની 41મી બેઠકની પ્રેસ રીલીઝ બહાર પડી નથી. આ લેખમાં સુધારા થવાના અવકાશ છે)

 

1 thought on “જી.એસ.ટી. કાઉન્સીલની 41મી મિટિંગના મુખ્ય નિર્ણયો:

  1. GSTR 4 Sir please do extended date and please request to sir making law simple because people may understand yet still today this GST law couldn’t be understood all the dealer and omitted to penalty because penalty not a revenue income and so please give revised returns and so you sir think above about giving relax all the people wish best and fully support always.

Comments are closed.

error: Content is protected !!