નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 1

Spread the love
Reading Time: 4 minutes

 

 

 

By ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

તા. 13.05.2020: 12 મે 2020 ના રોજ પ્રધાનમંત્રીએ કરેલ જાહેરાત મુજબ નાણાં મંત્રીએ આજે આર્થિક પેકેજ ની જાહેરાત કરેલ છે. આ જાહેરાત ને “આત્મ નિર્ભર ભારત” પેકેજ ગણાવવામાં આવ્યું. વાંચો આ જાહેરાતો પૈકી મહત્વની જાહેરાતો:

આર્થિક પેકેજ- ભાગ 1 ની મુખ્ય જાહેરાતો: 

 • MSME (મધ્યમ અને લઘુ ઉદ્યોગ) ને કોલેટરલ ફ્રી (વધારાની જામીનગીરી વગર) લોન. 25 કરોડ સુધી ની બાકી લોન હોય, 100 કરોડ સુધી નું ટર્નઓવર હોય તેવા એકમો ને લોન આપવામાં આવશે. આ લોન ઓટોમેટિક (ખૂબ ઓછી વિધિઓ સાથે એમ સમજી શકાય) આપવામાં આવશે.  આ લોન નો સમયગાળો 4 વર્ષ સુધીનો રહેશે અને 12 મહિના સુધી મોનોટોરિયમ (હપ્તા ભરવામાંથી મુક્તિ) આપવામાં આવશે. આ પ્રકાર ની લોન દ્વારા MSME ને 3 લાખ કરોડ સુધીનો લાભ થશે. બેન્કોને મૂડી અને વ્યાજ ની “ગેરંટી” કેન્દ્ર સરકારની રહેશે. આ કારણે 45 લાખ યુનિટ COVID-19 ની મુશ્કેલ પરિસ્થિતી નો સામનો કરી શકશે અને પોતાની કામગીરી શરૂ કરી શકશે. આમ કરવાથી નોકરીઓ પણ સુરક્ષિત રહેશે. આ માટે એકમો એ કોઈ વધારાની કોલેટરલ સિક્યોરિટી કે ગેરંટી ફી પણ આપવાની રહેશે નહીં.

(આ બાબતે ટેક્સ ટુડે સાથે વાત કરતાં ટેક્સ ટુડે એક્સપર્ટ અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા જણાવે છે કે 29.02.2020 ના રોજ જે લોન ની રકમ બાકી હશે તેના 20% ની લિમિટમાં આ વધારાની રકમ આપવામાં આવશે. આ લોન દ્વારા ધંધાકીય એકમો ને તરલતા આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.)

 • મુશ્કેલીમાં હોય તેવી MSME ને પણ લોન આપવામાં આવશે. આ લોન સ્ટ્રેસ્ડ (આર્થિક રીતે મુશ્કેલીમાં હોય તેવી) MSME ના પ્રમોટરો ને આપવામાં આવશે. આ પ્રમોટરો એ આ રકમ મૂડી તરીકે જે તે એકમોમાં લઈ જવાની રહેશે. 20 હજાર કરોડની આ લોન આપવામાં આવશે.

 

 • સરકાર દ્વારા ફંડ ઓફ ફંડ ની સ્થાપના કરવામાં આવશે. આ ફંડ “મધર ફંડ” તથા ડોટર ફંડ” વડે કામ કરશે. જે MSME માં સફળતા ની શક્યતાઓ હોય તેમના માટે સરકાર દ્વારા આ ફંડ આપવામાં આવશે. જે ઇક્વિટી (મૂડી) રૂપે હશે.

 

 • MSME માટે હવે મૂડી ઉપરાંત ટર્નઓવર પણ ધ્યાને લઈ શકશે. MSME ના નિયમો મુજબ હવે નીચે મુજબ ની લિમિટ ધ્યાને લેવાની રહેશે.

માઇક્રો એન્ટરપ્રાઇઝ (શૂક્ષ્મ ઉદ્યોગ)          1 કરોડ થી ઓછું મૂડી રોકાણ તથા 5 કરોડ થી ઓછું ટર્નઓવર

સ્મોલ એન્ટરપ્રાઇઝ (લઘુ ઉદ્યોગ)              10 કરોડ થી ઓછું મૂડી રોકાણ તથા 50 કરોડ થી ઓછું ટર્નઓવર

મીડિયમ એન્ટરપ્રાઇઝ (મધ્યમ ઉદ્યોગ)     20 કરોડ થી ઓછું મૂડી રોકાણ તથા 100 કરોડ થી ઓછું ટર્નઓવર          

 

 • 200 કરોડ સુધીના સરકારી ખરીદીના કોન્ટ્રાક્ટ માટે સ્વદેશી ઉદ્યોગોજ ટેન્ડર ભરી શકશે. વિદેશી કંપનીઓ આ ખરીદ કોન્ટ્રાકટ માં ભાગ લઈ શકશે નહીં. સ્વનિર્ભર ભારત માટે આ એક ખૂબ મહત્વનું પગલું છે.

 

 • કેન્દ્ર સરકાર તથા સરકારી કંપનીઓ એ MSME ને ચૂકવવાની બાકી તમામ રકમ આવતા 45 દિવસમાં ચૂકવી આપવાની રહેશે. આ કારણે આ એકમો ની તરલતા સુધરશે.

 

 • માર્ચ થી લઈ ને ઓગસ્ટ સુધીના એમ્પ્લોયી પ્રોવિડંટ ફંડ (EPF) નું ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. કર્મચારી નો હિસ્સો તથા નોકરીદાતાઑ નો હિસ્સો બંને સરકાર દ્વારા આપવામાં આવશે. આ લાભ 2500 કરોડ નો રહેશે. આ જોગવાઈ થી 3.67 લાખ એકમો તથા 72.22 લાખ કર્મચારીઓ ને લાભ થશે. આ જાહેરાત હેઠળ 100 થી ઓછા કર્મચારીઓ તથા 15000 સુધીની આવક ધરાવતા કર્મચારીઓ ને લાભ મળશે.

(આ અંગે વાત કરતાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિંતન પોપટ જણાવે છે કે આ રાહત ધંધાકીય એકમ તથા કર્મચારી બંને માટે ખૂબ ઉપયોગી બનશે. દેખીતી રીતે આ રાહતો નો અનુભવ EPF હેઠળ આવતા તમામ એકમો તથા કર્મચારીઓ કરશે તે બાબત ચોક્કસ છે.)

 

 • સ્ટેચ્યુંટરી PF નોકરીદાતાએ 12% ના બદલે 10% ચૂકવવા નું રહેશે. જો કે કેન્દ્ર સરકાર તથા PSU પોતાના કર્મચારીઓ માટે આ PF 12% લેખે ચૂકવશે. જ્યારે કર્મચારી ની કપાત 10% જ કરવામાં આવશે. આ જોગવાઈ આવતા 3 મહિના માટે રહેશે. 6750 કરોડ નો લાભ આ દ્વારા મળશે.

 

 • નોન બેંકિંગ ફાઇનન્સ કંપની, હાઉસિંગ ફાઇનન્સ કંપની, માઇક્રો ફાઇનન્સ કંપની ઑને 30 હજાર કરોડ ની રોકડ સહાય.

 

 • પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સ્કીમ દ્વારા નોન બેંકિંગ ફાઇનન્સ કંપની, હાઉસિંગ ફાઇનન્સ કંપની, માઇક્રો ફાઇનન્સ કંપની ઑને 45000 કરોડ ની સહાય. આમાં ભારત સરકાર લોન લેનાર ની ગેરંટર રહેશે.

 

 • કેન્દ્ર સરકાર ની એજન્સી નીચેના તમામ કોન્ટ્રાકટરો માટે તમામ કોન્ટ્રાક્ટ ની મુદત 6 મહિના સુધી આપોઆપ વધારી દેવામાં આવશે. જો કે આ વધારાના સમય માટે તેઓને કોઈ વધારાની રકમ ચૂકવવામાં આવશે નહીં.

 

 • કોન્ટ્રાકટરની તરલતા માટે ઉપયોગી બનવા કેન્દ્ર સરકાર ના કોન્ટ્રાકટરની બેન્ક ગેરંટી, જેટલા કામ પુર્ણ થયા હોય તેટલા પ્રમાણમા પરત કરવામાં આવશે.

 

 • RERA હેઠળ ની નોંધણી ધરાવતા રિયલ એસ્ટેટ પોજેક્ટ માટે કામ પૂર્ણ કરવા માટેનો સમય 6 મહિના વધારવામાં આવશે.

 

 • જે પ્રોજેકટની RERA નોંધણી 25 માર્ચ કે તેથી પછી પૂર્ણ થતી હોય તેમના માટે રિન્યૂ ની મુદત 6 મહિના સુધી વધારવામાં આવશે.

 

 • RERA હેઠળ કરવાની થતી પ્રક્રિયામાં મુદત વધારવામાં આવશે.

 

 • સેલેરી (પગાર) સિવાય ના કરવાના થતાં ઇન્કમ ટેક્સ હેઠળના TDS તથા TCS ના દરોમાં 25% નો ઘટાડો કરવામાં અવશે. આ ઘટાડેલા દરો માત્ર રહીશ કરદાતાઓ (રેસિડંટ ટેક્સ પેયર) માટે લાગુ પડશે. આ ઘટાડેલા દરો આવતીકાલ (14 મે 2020) થી થતી ચુકવણી ને લાગુ પડશે. આમ, કરવાથી 50,000/- કરોડ ની લિક્વિડિટી નો ફાયદો થશે.

 

 • કોર્પોરેટ સિવાયના તમામ બાકી ઇન્કમ ટેક્સ રિફંડ તુરંતજ ચૂકવવામાં આવશે.

 

 • નાણાકીય વર્ષ 2019-20 માટેના ઇન્કમ ટેક્સ રિટર્ન ની મુદતમાં નીચે મુજબ વધારો કરવામાં આવશે.

31 જુલાઇ તથા 31 ઓક્ટોબર ના રોજ ભરવાના થતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ની મુદત 30 નવેમ્બર સુધી વધારવામાં આવી. 

ટેક્સ ઓડિટ કરાવવાની ઓડિટ કરવવાની મુદતમાં 30 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર 2020 સુધી વધારો કરવામાં આવશે.

 

 • 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થતી ઇન્કમ ટેક્સ આકારણી ની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવશે . જે આકારણી 31 માર્ચ 2021 સુધી પૂર્ણ કરવાની હોય છે તેની મુદત 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારવામાં આવશે.

 

 • ઇન્કમ ટેક્સ હેઠળ ની સમાધાન યોજના વિવાદ સે વિશ્વાસ સ્કીમ ની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી વધારવામાં આવશે. 31 ડિસેમ્બર સુધી આ યોજના હેઠળ ચુકવણી કરનાર કરડાતા એ વધારાની રકમ ભરવાની રહેશે નહીં.

 

 

(આ જાહેરાતો નાણાંમંત્રી ની પ્રેસ કોન્ફરન્સ તથા પ્રેસ રીલીઝ ઉપરથી તૈયાર કરવામાં આવેલ છે. તમામ વાંચકોએ એ બાબત જાણવી જરૂરી છે કે જે તે કાયદા હેઠળ આ વધારાઓ તથા છૂટછાટ માટે જાહેરનામા બહાર પાડવાના રહેતા હોય છે. કાયદાકીય રીતે ત્યાર બાદ જ આ જાહેરાતો નો અમલ કરવામાં આવે છે.)

 

 

5 thoughts on “નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 1

 1. સારું પેકેજ બહાર પાડેલ છે પણ મેડમ એવા સર્વિસીઝ ના ધંધાથી કે એકાઉન્ટન્ટ, નાના કરવેરા સલાહકાર જેવા વ્યક્તિઓ ને પણ ધ્યાનમાં રાખીને કંઈક વિચારજો…..

 2. Income tax paid on income up to 7.5 lacs should be refunded to induawal tax payer for last three years.

  1. Sir, due to COVID-19 as like individual even Government is in pressure. They are also facing much trouble.

Comments are closed.

error: Content is protected !!