નેશનલ એક્શન કમિટી (NAC) ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમો મુલત્વી રાખવા ની અપીલ: અક્ષત વ્યાસ

Spread the love
Reading Time: < 1 minute

નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી પ્રોફેશનલ્સ દ્વારા આવનારા દિવસો માં પોતાની માંગણીઓ ને લઈ સરકાર સમક્ષ દેખાવો કરવાના કાર્યક્રમો થવાના હતા. પુલવામાં ખાતે થયેલ કાયરતા પુર્ણ હુમલાના કારણે આપણા 44 જવાનો શહીદ થયા છે. સમગ્ર દેશ માં આ હુમલા ના કારણે પાકિસ્તાન પ્રત્ય રોષ પ્રવર્તી રહ્યો છે. NAC ના સ્થાપક અક્ષત વ્યાસ દ્વારા આ ઘટના ની NAC વતી ઘોર નિંદા કરવામાં આવેલ છે તથા શહીદો ને શ્રદ્ધાંજલી આપવામાં આવેલ છે. આ કપરી સ્થિતિ માં નિર્ધારિત તમામ દેખાવો, સ્થિતિ સામાન્ય ના થઈ જાય ત્યાં સુધી મુલત્વી રાખવા ભારત ભર માં ફેલાયેલા NAC ના કાર્યકર્તાઓ ને અપીલ કરી છે. આ પરિસ્થિતિમાં સરકાર ને સંપુર્ણ સાથ આપવા તેમણે ખાસ અપીલ એક વિડિઓ દ્વારા કરવામાં આવેલ છે.

ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!