નોટબંધીની ઈફેક્ટ પડતાં ચાલું વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો વધારો થયો છે
નોટબંધીની ઈફેક્ટ પડતાં ચાલું વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં 50 ટકાનો વધારો થયો છે
વર્ષ 2018-19ના આકારણી વર્ષ માટે છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન્સ ફાઈલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 50 ટકા વધારે છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેન સુશીલ ચંદ્રના જણાવ્યા મુજબ, નોટબંધી કાયદો અમલમાં આવ્યા બાદ ટેક્સ રિટર્ન્સમાં ઉછાળો આવ્યો છે.
આવકવેરા વિભાગે આ વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 6.08 કરોડ ઈન્કમ-ટેક્સ રિટર્ન્સ મેળવ્યા છે. કોર્પોરેટ ટેક્સ રિટર્ન્સમાં પણ ઉછાળો નોંધાયો છે. ગયા વર્ષે સાત લાખ રિટર્ન્સ ફાઈલ થયા હતા, પણ આ વર્ષે અત્યાર સુધીમાં 8 લાખ નોંધાયા છે. સુશીલ ચંદ્રા ના કહેવા મુજબ આ નોટબંધીની અસર છે. નોટબંધીને કારણે દેશમાં ટેક્સ બેઝ વધ્યો છે. સીધા કરવેરાની વસૂલી માટે કેન્દ્ર સરકારે 11.5 લાખ કરોડનો ટાર્ગેટ નક્કી કર્યો છે અને એ હાંસલ કરી શકાશે એવો સુશીલ ચંદ્રાએ આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.