૧ લી એપ્રીલ થી સરળ GST રિટર્ન ફોર્મને અમલ માં મૂકવા માં આવશે

Spread the love
Reading Time: < 1 minute

એપ્રિલ ૨૦૧૯થી નવું સરળ જીએસટી રીર્ટન ફોર્મ અમલમાં મૂકવામાં આવશે. તેવું મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ મંગળવારના રોજ જણાવ્યું હતું
તેમના જણાવીયા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના (એપ્રિલ-નવેમ્બર)માં સરકારે જીએસટી મારફતે ૭.૭૬ લાખ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં વાર્ષિક જીએસટી સંગ્રહનો લક્ષ્યાં ક રૂ.૧૩.૪૮ લાખ કરોડનો હતો, જેનો અર્થ એ થાય છે કે,માસિક રૂ.૧.૧૨ લાખ કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ છે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે અમારા લક્ષ્યાંંકને પ્રાપ્ત કરી શકીશું. અમારો માસિક લક્ષ્યાં ક અંદાજે રૂ.૧ લાખ કરોડ છે. જેમાં અમે રૂ.૧.૧૦ લાખ કરોડનો વધારો કરવાની આશા રાખીએ છીએ. ઉપરાંત નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ.૯૭,૬૩૭ કરોડ થયું હતું.
રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર(ડીઆરઆઈ) ફાઉન્ડેશન ડેના ડિરેક્ટર ઓફ સેક્રેટરીના જણાવ્યા મુજબ, રિફંડ પ્રક્રિયાને સંપૂર્ણ ઓનલાઇન અને કરદાતાને અનુકૂળ બનાવવા માટે વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. જ્યારે સરળ રીટર્ન ફોર્મ્સના રોલઆઉટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાંડેએ કહ્યું, અમે ૧ એપ્રિલથી તેને લક્ષ્યાંમકિત કરી રહ્યા છીએ. પાંડેએ જણાવ્યું હતું કે, અમને અંતિમ નિર્ણય લેવા માટે અન્ય વધુ મહિનાના ડેટાની જરૂરી છે.જુલાઈમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા જાહેર ડોમેન ડ્રાફ્ટ જીએસટી રીટર્ન ફોર્મ ‘સહજ’ અને ‘સુગમ’માં મૂકવામાં આવ્યું હતું અને તે અંગે જાહેર ટિપ્પણીઓ માંગી હતી. આ ફોર્મ જીએસઆરટી-૩ બી (સારાંશ વેચાણ રીટર્ન ફોર્મ) અને જીએસઆરટી-૧ (અંતિમ વેચાણ વળતર ફોર્મ)ને બદલશે.
પાંડેએ વધુમાં જણાવતા કહ્યું કે, જીએસટી કાઉન્સિલની આગામી બેઠક, કેન્દ્રીય નાણા પ્રધાનની અધ્યક્ષતા અને રાજ્યના સહયોગીઓની સાથે કરવામાં આવશે,અને તે આ મહિને યોજાશે.

error: Content is protected !!