ન્યુ જી એસ ટી રિટર્ન સિસ્ટમ વિશે સંક્ષિપ્ત માહિતી…આ લેખ વાંચવો એટલે જરૂરી કે શુ આ સિસ્ટમ ખરેખર જમીની સ્તરે શક્ય બને??

Spread the love
Reading Time: 2 minutes

તા. 02 ઓગસ્ટ 2019

ઓક્ટોબર 2019 થી જી એસ ટી રિટર્ન ભરવાની પદ્ધતિમાં ધરમૂળથી સુધારા થવા જઇ રહ્યા છે. આવો જાણીએ આ નવી રિટર્ન પદ્ધતિ કેવી છે???

જી એસ ટી કાયદા માં સુધારો કરી કલમ 43 A દાખલ કરવામાં આવેલ છે. આ કલમ ને અમલી બનાવતું નોટિફિકેશન હજુ આવ્યું નથી. આ અંગે ના નિયમો પણ હજુ આવ્યા નથી. પણ જી એસ ટી પોર્ટલ ઉપર મુકવામાં આવેલ ફોર્મસ અને તેના ઉપરની સૂચનાઓ ઉપરથી આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

નવા જી એસ ટી રિટર્ન હેઠળ મુખ્યત્વે 3 રિટર્ન સૂચવવામાં આવ્યા છે.

1. નોર્મલ રિટર્ન RET 1: તમામ પ્રકાર ના વ્યવહારો કરવા વાળા કરદાતા આ રિટર્ન ભરી શકે છે.

2. સહજ રિટર્ન RET 2: માત્ર B2C ના વ્યવહાર કરનાર કરદાતા આ રિટર્ન ભરી શકે છે.

3. સુગમ રિટર્ન RET 3 માત્ર B2C તથા B2B ના વ્યવહારો કરનાર કરદાતા આ રિટર્ન ભરી શકે છે.

નવી સિસ્ટમ માં કરદાતાઓ ને બે ભાગ માં વહેંચવામાં આવ્યા છે.

Large Tax Payers એવાં કરદાતા કે જેમનું પાછલા નાણાકીય વર્ષ નું ટર્નઓવર 5 કરોડ થી વધુ હોય

Small Tax Payers એવાં કરદાતા કે જેમનું ટર્નઓવર પાછલા નાણાકીય વર્ષ માં 5 કરોડ કે તેથી ઓછું હોય

Large Tax Payers માટે માસિક રિટર્ન ભરવા ફરજિયાત છે.

Small Tax Payers માટે માસિક કે ત્રિમાસિક રિટર્ન ભરવાનો ઓપશન રહેશે.

તમામ રિટર્ન માં નીચે મુજબ ના એનેક્ષર રહશે.

ANX 1: આઉટવર્ડ સપ્લાય નું ફોર્મ આ ફોર્મ જુના GSTR 1 ની જગ્યા લેશે

ANX 2: ઇનવર્ડ સપ્લાય માટે નું ફોર્મ (ઓટો પોપ્યુલેટ) આ ફોર્મ જુના GSTR 2 ની જગ્યા લેશે.

ANX 1A આઉટવર્ડ સપ્લાય સુધારા નું ફોર્મ આ ફોર્મ માં અગાઉ દર્શાવેલ આઉટવર્ડ સપ્લાય માં સુધારો કરી શકાશે

RET 1A/2A/3A રિટર્ન માં જે ઓટો પોપ્યુલેટ ના થઈ હોય તેવી વિગતો સુધારવાનું ફોર્મ

આ સિસ્ટમ હેઠળ ક્રેડિટ લેવાની સિસ્ટમ:

 આ સિસ્ટમ હેઠળ માત્ર ANX 2 માં દર્શાવેલ હશે તેટલી રકમની જ ક્રેડિટ મળશે.

 માત્ર નોર્મલ રિટર્ન ભરનારા ANX 2 માં દર્શાવેલ ક્રેડિટ થી 20% સુધી વધુ ક્રેડિટ માંગી શકશે.

(પ્રશ્ન એ છે કે જો આ વધારાની ક્રેડિટ માત્ર નોર્મલ રિટર્ન ભરનારા જ લઇ શકે તો કયો (મૂર્ખ) કરદાતા સુગમ કે સહજ રિટર્ન ભરવાનું પસંદ કરે???)

 માત્ર જે મહિનાનું રિટર્ન ભરવામાં આવે છે તેના પછીના મહિનાની 10 તારીખ સુધીમાં સપ્લાયર એ દર્શાવેલ ક્રેડિટ જ (ત્રિમાસિક રિટર્ન ના કિસ્સામાં ત્રિમાંસ પછીના મહિના ની 10 તારીખ સુધી) રેસિપિયન્ટ ને મળશે.

 રેસિપિયન્ટ ANX 2 માં દર્શાવેલ ક્રેડિટ ને ઍક્સેપટ, રિજેક્ટ અથવા પેન્ડિંગ રાખી શકશે. પોતાની ખરીદીનું કોઈ બિલ નહીં દર્શાવતું હોઈ તો તેનો કોઈ ઉમેરો કરી શકશે નહીં.

ત્રિમાસિક રિટર્ન સિલેક્ટ કરનારે ત્રિમાસિક ગાળા ના પ્રથમ બે માસ માટે PMT 08 દ્વારા ટેક્સ તો માસિક ધોરણે ભરવાનો રહેશે.

મારા અંગત મત મુજબ આ સિસ્ટમ એ જૂની સિસ્ટમની જ ફોટોકોપી છે. જમીનીસ્તરે આ સિસ્ટમ નું પાલન થવું અશક્ય છે. આ ન્યુ રિટર્ન સિસ્ટમને Old Wine In a New Bottle કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. (આ લેખ ઇનદોર થી લખવામાં આવેલ હોઈ દારુ બન્ધી ના કોઈ નિયમ નો ભન્ગ કરેલ નથી😊)
મિત્રો, આ તકે સરકાર ને માત્ર એક સવાલ કરું છુ. કે જૂની જી એસ ટી રિટર્ન સિસ્ટમ જો જમીનીસ્તરે લાગુ થઈ શકેલ ના હોઈ તઓ ક્યા

કારણ થી માને છે કે આ સિસ્ટમ સફળ થશે??? જી.એસ.ટી. નેટવર્ક ને પણ ખાસ પૂછવાનું કે જૂની સિસ્ટમ ને પ્રેક્ટિકલ ના હોવાથી લાવી શક્યા નથી તેની સામે નવી રિટર્ન ની પદ્ધતિ માં નામ સિવાય અલગ શુ છે??? આ સિસ્ટમ ઉપર કટાક્ષ કરે તેવું એક કાર્ટૂન આ લેખ ની ફિચર્ડ ઇમેજ માં સાભાર લીધેલ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેકસ ટુડે

error: Content is protected !!