જી.એસ.ટી. નું જુલાઈ મહિના નું કલેક્શન 1,02,583/- કરોડ!! ગત જુલાઈ માસ કરતા 5.8% વધુ

Spread the love
Reading Time: < 1 minute

તા.02.08.19: જી.એસ.ટી. કાયદા હેઠળ જુલાઈ 2019 નું ટેક્સ કલેક્શન ફરી 1 લાખ કરોડ ને પાર ગયું છે. જુલાઈ મહિનામાં CGST (કેન્દ્ર સરકાર નો ટેક્સ) નું કલેક્શન 17912 કરોડ જ્યારે SGST (રાજ્ય સરકાર નો ટેક્સ) નું કલેક્શન 25008 કરોડ ઉપરાંત IGST (બે રાજ્યો વચ્ચે ના વ્યવહારો નો ટેક્સ) નું કલેકશન 50612 કરોડ અને Cess (સીન ગુડ્સ તથા લકઝરી ગુડ્સ પર નો વધારાનો વેરો) નું કલેક્શન 8551 કરોડ મળી કુલ કલેક્શન 102083 કરોડ રહેવા પામ્યું છે. જુલાઈ 2018 ના પ્રમાણમાં આ ટેક્સ કલેક્શન 5.8% વધુ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે જી.એસ.ટી. ની અમલવારી કરવા સમયે સરકાર દ્વારા દર મહિને જી.એસ.ટી. નું કલેક્શન 100000 કરોડ ઉપર રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. પરંતુ નાણાકીય વર્ષ 2018 19 માં આ કલેક્શન ની એવરેજ 93114/- કરોડ રહેવા પામી હતી. જી.એસ.ટી. ની અમલવારી ના ભાગ રૂપે રાજ્ય સરકારો ને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષ 14% વધારો આપવા બાંહેધરી આપેલ હોઈ, કેન્દ્ર સરકાર ઉપર કલેક્શન નો અંદાજ ઓછો રહેવાના કારણે ચોક્કસ બોજ આવશે તેવું મનાઇ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ટેકસ ટુડે

error: Content is protected !!