પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જી.એસ.ટી અંગે સેમિનાર નું આયોજન: CA દિવ્યેશ સોઢા મુખ્ય વક્તા

Spread the love
Reading Time: < 1 minute

તા:07.07.22019: પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 06 જુલાઈ ના રોજ “સવાલ આપના જવાબ અમારા” શીર્ષક હેઠળ જી.એસ.ટી કાયદા ના વેપારીઓ ને મુંઝવતા પ્રશ્નો ઉપર એક સેમિનાર નું આયોજન પલાણ હોલ પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં વક્તા તરીકે પોરબંદર ના જાણીતા CA દિવ્યેશ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઉપસ્થિત વેપારીઓ ના જી.એસ.ટી. અંગે ના પ્રશ્નો ના જવાબ આપ્યા હતા. આ સેમિનાર નો લાભ 100 થઈ વધુ વેપારીઓ એ લીધો હતો. ઉલ્લેખનીય છે કે CA દિવ્યેશભાઈ સોઢા, ટેક્સ ટુડે ઓનલાઈન ન્યુઝ પોર્ટલ ની કોલમ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના” ના એક્સપર્ટ તરીકે પણ સેવા આપે છે. આ કોલમ દર સોમવારે ઓનલાઈન ટેક્સ પોર્ટલ www. taxtoday. co. in ઉપર આવે છે. ટેક્સ ટુડે આ પ્રકાર ના કાર્યક્રમ કરવા બદલ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ને અભિનંદન પાઠવે છે તથા અન્ય ચેમ્બર્સ ને પણ આ પ્રકાર ના કાર્યક્રમો પોતાના મેમ્બર્સ ના હિત માટે કરવા અપીલ કરે છે. આ અંગે ચેમ્બર ને ટેક્સ ટુડે નો સંપૂર્ણ સહયોગ રહેશે તેની ખાત્રી આપે છે. ભવ્ય પોપતઝ ટેક્સ ટુડે

error: Content is protected !!