પોરબંદર CA એસોસીએસન, ITP એસોસીએસન, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટર શ્રી, ધારાસભ્યો તથા અધિકારીઓને જી.એસ.ટી. પોર્ટલ ની સમસ્યાઓ અંગે આપવામાં આવ્યું આવેદન:

Spread the love
Reading Time: < 1 minute

તા. 13.02.2020: સમગ્ર ગુજરાતમાં એકજ દિવસે તમામ જિલ્લાઓમાં સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર, CGST-SGST ના ઉચ્ચ અધિકારીઓ ને જી.એસ.ટી. ની ટેકનિકલ ખામીઓ અંગે આવેદન આપવામાં આવ્યા હતા. પોરબંદર CA એસોસીએસન, ITP એસોસીએસન, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર તથા ચેમ્બર ના 40 જેટલા સભ્યો સાથે મળી, કલેકટર શ્રી ને, ધારાસભ્ય શ્રી ને તથા CGST અને SGST અધિકારી ઓ ને મળી જી.એસ.ટી. પોર્ટલ અંગે ની ટેકનિકલ ક્ષતિઓ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા તથા ક્ષતિ ઓ વહેલી તકે દૂર કરવા માટે સરકાર શ્રી ને નિવેદન પાઠવવા માં આવ્યું હતું. તમામ કર વ્યવસાયીકોએ એક સૂરે જણાવ્યુ હતું કે જી.એસ.ટી. ને એક કર પ્રણાલી તરીકે તેઓ સ્વીકારે છે. પરંતુ જી.એસ.ટી. પોર્ટલ કોઈ રીતે સ્વીકાર્ય નથી. 31 મહિના ઉપર નો સમય પસાર થઈ ગયો હોવા છતાં ટેકનિકલ પ્રોબ્લેમ ના કારણે ટેક્સ પ્રેક્ટિસ કરનાર ખૂબ ત્રસ્ત છે. આ આવેદન વેપારી આગેવાનો ને પણ આપવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. અંગે ની ટેકનિકલ ખામીઓનો ભોગ વેપારીઓ બની રહ્યા છે અને આ અંગે તેઓએ જાગૃત થવું જરૂરી છે. દિવ્યેેેશ સોઢા, ટેક્સ ટુડે, પોરબંદર

error: Content is protected !!