પ્રેમ જેવું લાગે છે…

Spread the love
Reading Time: < 1 minute

અંતરે ઊગતું કૈં’ક પ્રેમ જેવું લાગે છે,
સૃષ્ટિમાં હયાત કૈંક ઈશ્વર જેવું લાગે છે,

લોચન ફરે અકળવકળ ઉભી-આડી રાહ માં,
હૃદયમાં સતત કૈંક ફિકર જેવું લાગે છે,

મન છે અકથ્ય અવિરત સળવળાટ માં,
ભીતર ઊંડે કૈંક વસવાટ જેવું લાગે છે,

પડખા ને શમણાં કરે છે અદલ-બદલ,
રાત પૂરી થયે કૈંક જાગરણ જેવું લાગે છે,

પરપોટા ને લાવી છે હવા પૂરજોરમાં,
ઊંચે ગગનમાં કૈંક ઉડવા જેવું લાગે છે,

તેલ પૂરાયું જૂના જીવ ના કોડીયે,
આયખું આખું કૈંક જીવવા જેવું લાગે છે.

– *કાજલ શાહ*

error: Content is protected !!