તા. 01.05.19 થી 10 થી ઓછા કર્મચારીઓ ધરાવતા શોપ લાયસન્સ લેવામાં થી મુક્તી, ફક્ત જાણ કરવાની.

Spread the love
Reading Time: 2 minutes

ગુજરાત સરકારે તા. 01.05.2019 ના રોજ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ કાયદો 2019 ને નોટીફાય કરી દીધો છે. એટલે કે હવે આ કાયદો અમલમાં આવી ગયો છે. આ કાયદો ફેબ્રુઆરી19 માં ગુજરાત વીધાનસભામા પસાર કરવામાં આવ્યો હતો અને તા. 07.03.19 થી ઓફીસીયલ ગેઝેટ દ્વારા લાગુ થયું હતું પંરંતુ તે બાબત નું નોટીફીકેશન બહાર પાડવાનું બાકી રહી ગયું હતું

ચુટણી આચાર સહીતા હજુ લાગુ હોય પણ ગુજરાતમાં ચુટણી પુરી થઈ જતા ચુટણી પંચની મંજુરી લઈ ને આ બાબત નું નોટીફીકેશન ગુજરાત સ્થાપના દીવસે એટલે કે તા. 01.05.2019 થી અમલમાં આવે તે રીતે બહાર પાડવામાં આવ્યું છે.

આ એક્ટ મુજબ હવે જો આપના પ્રીમાઈસીસ માં 10 થી ઓછા કર્મચારી હોય તો તેને શોપ એક્ટ નું લાયસન્સ લેવાની જરુરીયાત રહેતી નથી. આ કાયદા ની કલમ સેકશન 7 મુજબ ફકત લોકલ ઓથોરીટી ને ઓનલાઈન જાણ કરવાની રહે છે. આ નો નીયત નવો નમુનો હજુ વેબસાઈટ ઉપર આવેલ નથી. આ બધી પ્રોસેસ https://enagar.gujarat.gov.in/ ની વેબસાઈટ ઉપર એકાઉન્ટ બનાવી ને કરવાની રહે છે. આ જાણ ફક્ત એક ડીક્લેરેશન સ્વરુપમાં કરવાની આવશે. આ કાયદાની જોગવાઈ મુજબ હવે આવા નાના વેપાર કરનાર પર એટલે કે 10 થી ઓછા કર્મચારી ધરાવતા બીઝનેસ પર કોઈ પણ પ્રકાર નું ચેકીંગ કરવાની પણ થતું નથી.

તે ઉપરાંત જો 10 કે 10 થી વધુ કર્મચારી હોય તો તેમને ફક્ત એક વખત જ રજીસ્ટ્રર્ડ થવાનું રહે છે અને દર વર્ષે રીન્યુઅલ કરાવામાં થી છુટ આપવામાં આવેલ છે. હાલ જે વેપારીઓ રજીસ્ટ્રર્ડ છે અને હાલ માં જે લાયસન્સ આપવામાં આવેલ છે તેની મુદત પુરી થયે નવી સીસ્ટમ લાગુ પડે છે. આ વેપારીઓની બહુ લાંબા સમય ની માંગણી હતી જે હવે પુરી થયેલ છે અને નાના વેપારીઓ સરળતા થી વેપાર કરી શકે તેના માટે નું એક પગલું છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન ના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ તન્ના ના જણાવ્યા અનુસાર આનાથી ગુજરાત ના 95 ટકા વેપારીઓ ને આ કાયદાની પ્રોવીઝન થી મુક્તી મળી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા GCCI ના સમર્થન થી કરવામાં લાંબા સમયની માંગ ને સરકારે સ્વીકારીને 9 વ્યક્તિ સુધી ના કર્મચારીઓ ધરાવતા વેપારીઓ અને ધંધાદારી એકમોને ગુમાસ્તા કાયદા ના લાયસન્સ માંથી મુક્તિ આપવામાં આવેલ છે ….જયુભાઇ તન્ના ના જણાવ્યા અનુસાર આ ખુબજ મહત્વની ઘટના છે … વેપારી સમાજની હાડમારી અને હાલાકી દૂર થશે …સાચા અર્થમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ ની પોલીસી નો અમલ છે..

આ ઉપરાંત મહાનગરપાલીકા માં જે દુકાનો નેશનલ હાઈવે ઉપર, રેલ્વે સ્ટેશન, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડીપો, હોસ્પીટલ અને પેટ્રોલ પંમ્પ પર હશે તે હવે 24 કલાક વેપાર કરી શકશે જ્યારે નગરપાલીકા એરીયા માં આવતી દુકાનો સવારે 6 થી રાત્રે 2 વાગ્યા સુધી ખુલી રહી શકશે

આપના કોન્ટેક્ટ ના દરેક વેપારી મીત્રોને ફોર્વડ કરો.

 

– લલીત ગણાત્રા એડવોકેટ જેતપુર – ટેક્ષ ટુડે ગૃપ

error: Content is protected !!