બચપન સ્કૂલ ના “સ્ટાર ઓફ બચપન“ એન્યુલ ડે ની રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવણી

Spread the love
Reading Time: < 1 minute

તા ૧૧ જાન્યુઆરી ૨૦૧૯, ઉના: દેવનંદન એકેડમી સંચાલિત બચપન પ્લે સ્કૂલ દ્વારા “સ્ટાર ઓફ બચપન“ એનુયલ ડે ની ઉજવણી તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ કરવામાં આવી હતી.

બચપન સ્કૂલ ના બાળકો એ લોકપ્રીય ગીતો પર અલગ અલગ ડાંસ તેમજ ફેશન શો દ્વારા માનવંતા મહેમાનો ના દિલ જિતી લીધા હતા. ત્યાં ના માનવંતા મહેમાનો માં શ્રી રામભાઇ વાળા તથા શ્રી દિનકર ભાઈ પાનેરી એ બચપન સ્કૂલ ના સ્ટાફ નો ઉત્સાહ પોતાના સુંદર પ્રવચન દ્વારા વધાર્યો હતો.

ત્યાં કાર્યક્રમ માં સમ્રાટ જાદુગર દેવકુમાર ની પણ હાજરી જોવા મળી હતી તેમને તેમના અલગ અલગ જાદુ બતાવી ને બાળકોની સાથે સાથે વડીલો ને પણ મજા કરાવી હતી અને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ તેમજ ક્રિસમસ ની ઉજવણી તેમણે બાળકો ને સુંદર ગિફ્ટ આપીને કરી હતી. તેમની સાથે સાથે ત્યાં ના આમંત્રિત મહેમાનો એ બુફે ભોજન ની પણ રંગત ખૂબ જ આનંદ પૂર્વક માણી હતી.

બચપન સ્કૂલ ના “સ્ટાર ઓફ બચપન “ કાર્યક્રમ નું સંચાલન બચપન સ્કૂલ ના ડાયરેક્ટર શીલાબેન સોરઠીયા એ આ કર્યેક્ર્મ ને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવી હતી. તેઓ દ્વારા આ કર્યેક્ર્મ નું સંચાલન કરવા ઉપરાંત પ્રંસંગ ને અનુરૂપ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બચપન સ્કૂલ ના પ્રિન્સિપાલ નીલમબેન દેવમુરારી તથા સાથે રમાબેન રાઠોર , નીતાબેન મકવાણા , હેતલબેન ત્રિવેદી , ખુશીબેન ભૂપતાની દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ખૂબ મહેનત ઉઠાવવા માં આવી હતી. કિરણ પોપટ, રિપોર્ટર ટેક્સ ટુડે.

error: Content is protected !!