વલસાડ ની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે “કેરિયર ઓન જી.એસ.ટી.” વિષય ઉપર નેશનલ લેવલ નો સેમિનાર યોજાયો

Spread the love
Reading Time: < 1 minute

તા:13.01.19, વલસાડ: તારીખ 12/01/2019 ના દિવસે વલસાડની શાહ એન એચ કોમર્સ કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ના સહયોગથી અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. દક્ષાબેન ઠાકોરની આગેવાની તથા પ્રાધ્યાપક શ્રી ચાંપાનેરી અને શ્રી કે.સી.પટેલ ના સહયોગથી જી.એસ.ટી. કારકિર્દી / વ્યવસાય તરીકે વિષય ઉપર નેશનલ લેવલનો સેમિનાર યોજાયો હતો. જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓ/ પ્રોફેસર/ વ્યવસાયીઓ એ ભાગ લીધો.
મુખ્ય વક્તા તરીકે એડ્વોકેટ શ્રી કૃણાલ આઈસક્રીમવાલા (સૂરત), સી.એ. અંકિત વાછાણી (વલસાડ) તથા એડ્વોકેટ અલ્પ ઉપાધ્યાય (વલસાડ) એ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સેમિનાર દ્વારા જી.એસ.ટી વિશે જાગૃતિ (Awareness) તથા જી.એસ.ટી ને કારકિર્દી / વ્યવસાય તરીકે કેવી રીતે અપનાવી શકાય એ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

અલ્પ ઉપાધ્યાય, પ્રેસ રિપોર્ટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108