બજેટ 2020 માં જી.એસ.ટી. કાયદા હેઠળ સૂચવવા માં આવેલ મહત્વના સુધારા

Spread the love
Reading Time: 2 minutes

બજેટ 2020 માં જી.એસ.ટી. કાયદા હેઠળ સૂચવવા માં આવેલ મહત્વના સુધારા:

ઉના: 03.02.2020: બજેટ 2020 માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા હેઠળ અમુક સુધારા સૂચવવા માં આવ્યા છે.

  • કરદાતાનો નોંધણી દાખલો રદ કરવામાં આવ્યો હોય ત્યારે તે રદ આદેશ ના 30 દિવસ સુધીમાં રિવોકેશન અરજી ફાઇલ કરી શકતો હતો. પણ 30 દિવસ બાદ તેની પાસે અપીલ સિવાય કોઈ વિકલ્પ રહેતો નહતો. હવે આમાં ફેરફાર કરીને યોગ્ય કારણો હોય તો આ કારણોની નોંધ કરીને:

 

  • એડિશનલ કમિશ્નર અથવા જોઇન્ટ કમિશ્નરને વધૂ 30 દિવસ નો સમય આપી શકશે.
  • કમિશ્નરને આ ઉપરાંત વધુ 30 દિવસ નો સમય આપી શકશે.

 

  • સરકાર ને સત્તા આપવામાં આવી છે કે કોઈ સેવા કે સપ્લાય માટે ટેક્સ ઇંવોઇસ આપવા માટે નિયત સમય જાહેર કરી શકશે, કોઈ અન્ય દસ્તાવેજ ને ટેક્સ ઇંવોઇસ તરીકે માની લેવામાં આવશે તેવું જાહેર કરી શકશે અથવા ટેક્સ ઇંવોઇસ આપવામાં મુક્તિ આપી શકશે. આ સુધારા નો હેતુ રિયલ એસ્ટેટ ના ધંધાર્થીઓ ને દસ્તાવેજ કરવામાં આવ્યો હોય અને ટેક્સ નો ઉલ્લેખ તેમાં કરેલ હોય તો ટેક્સ ઇંવોઇસ આપવામાં મુક્તિ મળી શકે તેવો હોય શકે.

 

  • જી.એસ.ટી. TDS કરવા જવાબદાર કરદાતાઓ ને TDS સર્ટિફિકેટ આપવામાં વિલંબ થાય તો લાગતી લેઇટ ફી દૂર કરવા સૂચન કરવામાં આવ્યું છે.

 

  • હાલ, બોગસ બિલિંગ કરનાર કરદાતા ઉપર દંડ અને સજાની જોગવાઈ છે. હવે આ પ્રકાર ના બોગસ બિલિંગ નો ફાયદો મેળવનાર વ્યક્તિ માટે પણ દંડ અને સજા ની જોગવાય સૂચિત કરવામાં આવેલ છે.

 

  • રીમુવલ ઓફ ડિફીકલ્ટી ઓર્ડર કરવા સરકાર ને ત્રણ વર્ષ ની સત્તા હતી તે વધારી હવે 5 વર્ષની કરવામાં આવેલ છે.

ઉપરના સુધારા બજેટ સેશનમાં પસાર થશે ત્યાર બાદ નોટિફિકેશન આવશે પછી લાગુ થશે. વિડંબણા એવી છે કે હજુ અમુક કલમ જેવી કે કલમ 50, ના સુધારા જે 2019 ના બજેટમાં પસાર થયેલ છે તે લાગુ કરવા અંગે ના નોટિફિકેશન હજુ બહાર પાડવામાં આવી નથી.

એક વાર્તા:

આ તકે મને લોકમાન્ય તિલક સાથે જોડાયેલ એક વાર્તા યાદ આવે છે. લોકમાન્ય તિલક ના વર્ગમાં એકવાર એક શિક્ષકે બોર્ડ ઉપર એક નાની ને એક મોટી એમ બે લાઇન દોરી. પછી તેમણે બાળકો ને પૂછ્યું કે મોટી લાઇન ને ભૂસ્યા વગર નાની લાઇન ને મોટી લાઇન થી મોટી કેવી રીતે બનાવી શકાય?? નાના તિલક ઊભા થયા અને બોર્ડ ઉપરની નાની લાઇન ને મોટી કરી દીધી. શિક્ષકે ખુશ થઈ બાળકો ને જણાવ્યુ કે કોઇની લાઇન નાની કરવાની જગ્યાએ આપણી લાઇન મોટી કરવી સારી છે. મને એમ લાગે છે કે લોકમાન્ય તિલકના એ શિક્ષકનાઆ ઉદાહરણ ની નાણાંમંત્રી ઉપર ઊંડી અસર થઈ લાગે છે.  જી.એસ.ટી. કાયદો તો ગુચવણભર્યો બનીજ ગયો છે. પણ હવે બજેટ માં ઇન્કમ ટેકસ કાયદો પણ એ દિશા ઉપર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

 

error: Content is protected !!