રાજ્ય જી.એસ.ટી. ના સહાયક કમિશનર શ્રી નરેન્દ્રભાઇ ભાવસાર નું નિધન: ગીર સોમનાથ ટેક્સ બાર એશો દ્વારા શ્રદ્ધાંજલી
ઉના, તા: 13.01.19; વેરાવળ ખાતે રાજ્ય જી.એસ.ટી. ના સહાયક કમિશનર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ ભાવસાર નું 12 જાન્યુવારી ના રોજ દુઃખદ અવસાન થઈ ગયું છે. મળતા અહેવાલ મુજબ બ્રેઇન સ્ટોક આવતા તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા તેમના ઉપર બાયપાસ સર્જરી કરવામાં આવેલ હતી. ભાવસાર સાહેબ એક અત્યંત કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે ની છાપ પોતાના સહકર્મીઓ, ટેક્સ એડવોકટસ તથા વેપારીઓમાં ધરાવતા હાતા. હંમેશા કામ તથા કેસ માં સકારાત્મક વલણ એ તેમનું સૌથી મોટું જમા પાસું હતું. તેમની આ વિદાય થી સહકર્મીઓ, એડવોકેટ્સ તથા પ્રેક્ટિસનરો તથા વેપારીઓ માં ઊંડા શોક ની લાગણી ફેલાઈ ગઈ છે. ટેક્સ ટુડે અત્યંત સજ્જન એક ઉત્કૃસ્ટ અધિકારી એવા શ્રી નરેન્દ્ર ભાવસાર ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.🙏 બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે