વર્ષ ૨૦૧૭-૧૮ માટે GSTR-9,9A,9C ની મુદ્દત માં વધારો : વરદાન કે અભિશાપ??

Spread the love
Reading Time: 2 minutes

તા ૨૬-૦૮-૨૦૧૯ ના રોજ સરકારશ્રી દ્વારા GSTR-9,9A,9C ની મુદ્દત માં વધારો કરવામાં આવ્યો. આ મુદ્દત વધારી ને ૩૧-૦૮-૨૦૧૯ માંથી ૩૦-૧૧-૨૦૧૯ કરવામાં  આવેલ છે. સરકારશ્રી નો આ નિર્ણય ખુબજ આવકારદાયક છે, પરંતુ જ્યાં સુધી આ ફોર્મસ માં સુધારા કરવામાં નહિ આવે ત્યાં સુધી મુદત વધાર્યે પણ કોઈ ફાયદો થશે નહિ, અમારા અંગત મંતવ્ય પ્રમાણે નીચે મુજબ ના સુધારાઓ આવકાર્ય છે.

  1. AAP & Co ના હાઇકોર્ટ જજમેન્ટ મુજબ વર્ષ ૨૦૧૭-૧૮ ની ITC ક્લેમ કરવા માટે ની અંતિમ તારીખ વાર્ષિક પત્રક ની ડ્યુ-ડેટ ગણાય છે, તો વર્ષ ૨૦૧૭-૧૮ ની છુટી ગયેલ  ITC ને ફોર્મ GSTR-9 માં કેલ્મ કરવાની સગવડતા આપવી જોઈએ.
  2. GSTR-9 માં વેચણો માં જો કોઈ ફેર બદલ કરવામાં આવે જેથી ટેક્ષ ની રકમમાં વધારો GSTR-9 ના ટેબલ -9 માં આપમેળે વધારો / ઘટાડો થવો જોઈએ તથા જ્યાં સુધી બાકી ટેક્ષ ની રકમ ભરાઈ ના જાય ત્યાં સુધી રીટર્ન ફાઈલ ન થવું જોઈએ. હાલ બાકી રકમ DRC-૦૩ થી રીટર્ન ભર્યા બાદ ભરવાની આવે છે. આ કારણે ઘણા કરદાતાઓ થી શરત ચૂક થી આ રકમ ભરવાની રહી જાય છે અને ભવિષ્ય માં આ અંગે વ્યાજ ની જવાબદારી ઉપસ્થિત થઈ શકે છે.
  3. GST માં એવા પણ ઘણા વેપારીઓ હોય છે જે સંપૂર્ણપણે અથવા મોટા ભાગે કરમુક્ત વેપાર કરે છે. એવા સંજોગો માં અખા GSTR-9 માં કરમુક્ત માલ ની ખરીદી નાખવા માટે કોઈ વિકલ્પ નથી
  4. GSTR-9 ના ટેબલ ૧૦-૧૧માં વર્ષ ૨૦૧૭-૧૮ ના વેચાણ જો વર્ષ ૨૦૧૮-૧૯ માં બતાવેલ હોઈ તેની વિગત આપવાની હોઈ છે અને એમાં ટેક્ષ ભરવાનો થાય તો ટેબલ-૧૪ માં દર્શાવાનું રહે છે, જે રકમ આપમેળે આવવી જોઈએ તેમજ ૨૦૧૮-૧૯ માં બતાવેલ એ વેચાણ ઉપર જે મહિના ના GSTR-3B માં ટેક્ષ ભરેલ હોઈ અથવા જે DRC-03 થી ટેક્ષ ભરેલ હોઈ તેનો રેફરન્સ મળવો જોઈએ.
  5. GSTR-2A માં ચોપડા પ્રમાણે ITC ન આવે તો આપ ક્રેડીટ ગુમાવતા નથી : આ પ્રકારનું સ્પષ્ટ રીતે દર્શાવતુ  એક નોટીફીકેશન આવકાર્ય છે.
  6. ૨૦૧૭-૧૮ દરમ્યાન કોમ્પોઝીશન ડિલરો પાસે થી ખરીદી ની વિગત માંગવામાં આવેલ નથી, પરંતું GSTR-9A (કોમ્પોઝીસન ડિલરો નું વાર્ષિક રીટર્ન) ની અંદર ખરીદી માંગવામાં આવે છે અને તેની અંદર ખરીદી ની રકમ નાખવા થી જેતે ફિલ્ડ લાલ કલર નું થઈ જાય છે. એનો મતલબ એમ કે તમામ કોમ્પોઝીશન ડિલરો ના વાર્ષિક રીટર્ન માં સ્ક્રુટીની આવવા ની પૂરી શક્યતા છે.
  7. GSTR-9A ની અંદર ઓટો પોપ્યુલેટેડ વેચાણ ના ફિગર આવે છે. જેમાં ઘણા કિસ્સા માં Jul-Sep ૨૦૧૭ ના વેચાણ ના ફીગરો આવતા નથી , તે હાથે સુધારવા પડે છે જે સુધારવા થી ફિલ્ડ લાલ કલર નું થઈ જાય છે. એનો મતલબ એમ કે એવા તમામ કોમ્પોઝીસન ડિલરો ના વાર્ષિક રીટર્ન માં સ્ક્રુટીની આવવા ની પૂરી શક્યતા છે.

આથી જ્યાં સુધી ઉપરોક્ત સુધારાઓ કરવામાં નહિ આવે ત્યાં સુધી મુદ્ત વધાર્યે પણ રીટર્ન ફાઈલ કરવામાં વેપારીઓ ને સરળતા નહિ રહે. સરકાર દ્વારા આ અંગે ટેક્સ પ્રોફેશન્લ્સ સાથે ખાસ ચર્ચા વિચારણા કરી ફોર્મ માં યોગ્ય સુધારા કરવા કરદાતાઓ માં માંગ ઉઠવા પામી છે.

ટેક્ષ એડવોકેટ પ્રતિક મિશ્રાણી –જુનાગઢ

ટેક્ષ ટુડે 

error: Content is protected !!