નાણાકીય વર્ષ 2017 18 ના જી.એસ.ટી. રિટર્ન/ઓડિટ ની મુદત માં વધારો કરવામાં આવ્યો. હવે 30.11.2019 સુધી ભરી શકાશે વાર્ષિક રિટર્ન

Spread the love
Reading Time: < 1 minute

તા. 26 08 19: જી.એસ.ટી. કાયદો 01 જુલાઈ 2017 થી લાગુ થયો છે. 2017 18 ના વર્ષ ના વાર્ષિક રિટર્ન તથા રિકનસિલેશન સ્ટેટમેન્ટ (ઓડિટ) ની મુદત વધારી 30 નવેમ્બર 2019 કરી આપવામાં આવી છે. આ મુદત પહેલા 31 ઓગસ્ટ હતી. ખૂબ ઓછા પ્રમાણમાં આ વાર્ષિક રિટર્ન તથા ઓડિટ થયા હોવાના કારણે આ મુદત માં વધારો થયો હોય તેવું માનવામાં આવે છે. જી.એસ.ટી. પ્રેક્ટિસ કરતા તજજ્ઞો ના મતે આ રિટર્ન તથા ઓડિટ નું ફોર્મેટ પ્રેક્ટિકલી ખૂબ અવ્યવહારુ હોવાથી કરદાતાઓ તથા પ્રોફેશનલ્સ ને આ રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી રહી છે. આ મુદત વધારાથી જી.એસ.ટી. પ્રેક્ટિશનરો ને ચોક્કસ રાહત થશે. પણ આ ફોર્મ ને સરળ બનાવવું પણ એટલુંજ જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!