શું આપ વેપારી તરીકે આ ભૂલ તો નથી કરી રહ્યા ને???વેપારીઓ ચેતો અન્યથા આવી શકે છે ટેક્સ ઉપરાંત વ્યાજ અને દન્ડ!!!

Spread the love
Reading Time: 2 minutes

તા. ૩૧-૦૭-૨૦૧૯

વેપાર એક જટિલ કામ છે. વેપાર માં ડૂબેલો વેપારી એ વેપાર ઉપરાંત ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી વગેરે કાયદા નું પણ પાલન કરવાનું રહે છે. આ કાયદા નું પાલન કરવા તેઓ મોટા ભાગે CA, એડવોકેટ, ટેક્સ પ્રેક્ટિશનર્સ ની સેવાઓ લેતા હોય છે. પણ આ બધા જે તે કાયદા હેઠળ પોતાના અભિપ્રાય આપતા હોય છે. પણ છેલ્લે જવાબદારી તો જે તે વેપારીની જ હોઈ છે. એક ટેક્સ એડવોકેટ તરીકે હમણાં મારા ધ્યાનમાં એક બાબત આવી. આ અંગે ખાસ વેપારી મિત્રો નું ધ્યાન આ લેખ દ્વારા દોરવું જરૂરી લાગ્યું.

હાલ માં ધ્યાન આવેલ મહત્વ ની ભૂલ:

ક્યારેક ધંધા ની પોલિસી તરીકે માલ વેચાણ ના બદલામાં જૂની વસ્તુ લેવાનું ચલણ હોય છે. જેમકે મોબાઇલ વેચાણ માં જૂનો મોબાઈલ ખરીદવામાં આવતો હોય છે. તેવી જ રીતે નવા સોના સામે જૂનું સોનુ બદલામાં લેવાના વ્યવહારો કરવામાં આવતા હોય છે.

આવા વ્યવહારોમાં સામાન્ય સંજોગો માં વેપારીઓ મારફત આ એક ભૂલ વારંવાર નજર ઉપર આવે છે.

દા.ત : ધારો કે આપ સોના-ચાંદી નો વેપાર કરો છો. આપે રૂ|.૧,૦૦,૦૦૦/- ના સોનાના ઘરેણા વેચ્યા અને જેતે ગ્રાહક એ અપને રૂ| ૫૦,૦૦૦/- નું જુનું સોનું  આપ્યું.

ઉપર દર્શાવેલ પરિસ્થિતિ માં ઘણી વખત વેપારીઓ રૂ|.૧,૦૦,૦૦૦/- ના સોનાના ઘરેણા માંથી રૂ| ૫૦,૦૦૦/- નું જુનું સોનું બાદ કરી વધેલ રકમ રૂ| ૫૦,૦૦૦/- પર જ GST ભરે છે. મારા માટે પ્રમાણે આ પદ્ધતિ તદ્દન ખોટી છે તથા આ પદ્ધતિ ના કારણે વેપારીઓ ની ભવિષ્ય માં ટેક્સ , વ્યાજ, દન્ડ ની મોટી જવાબદારી આવી શકે છે.

હકીકતે જો અપણે જી.એસ.ટી કાયદા ની Section 15(1) નો તથા નિયમોમાંના નિયમ Rule 27(a) નો સાથે અભ્યાસ કરીએ તો :

CGST Section 15 (1)

The value of a supply of goods or services or both shall be the transaction value, which is the price actually paid or payable for the said supply of goods or services or both where the supplier and the recipient of the supply are not related and the price is the sole consideration for the supply.

આમારો અભિપ્રાય :

Section 15 (1) મુજબ જે રકમ માલ ના વેચાણ ની હોય છે ,તે જ રકમ ને Transaction Value ગણાય.


CGST Rule 27

Value of supply of goods or services where the consideration is not wholly in money

Where the supply of goods or services is for a consideration not wholly in money, the value of the supply shall,-

(a) be the open market value of such supply;

આમારો અભિપ્રાય :

CGST Rule 27(a) મુજબ જો માલ ના વેચાણ ની સામે અમુક માલ અને અમુક રૂપિયા આવતા હોઈ એવા સંજોગોમાં હકીકતે વેચાણ કરેલા માલની OPEN MARKET VALUE જ Transaction Value ગણાય અને તે રકમ પર GST લાગે.

આથી આપડા પ્રશ્ન માં જ્યાં રૂ|.૧,૦૦,૦૦૦/- ના સોનાના ઘરેણા વેચ્યા અને જેતે ગ્રાહક એ અપને
રૂ| ૫૦,૦૦૦/- નું જુનું સોનું  આપ્યું. તો એ વેચેલા ઘરેણાની Open Market Value તથા Transaction Value રૂ|.૧૦૦,૦૦૦/- ગણાશે
અને રૂ|.૧,૦૦,૦૦૦/- પર GST લાગશે

આમ, ઉપરોક્ત રીતેજ મોબાઈલ ખરીદી ના વ્યવહારમાં જો એક્સચેન્જ માં કોઈ જોનો મોબાઈલ લેવામાં આવે તો જી.એસ.ટી. નવા મોબાઈલ ની કુલ રકમ ઉપર ભરવો પડે નહીંકે ઍકચેન્જ ની રકમ બાદ કરીને.


Pratik Mishrani (Reporter, Tax Today, Junagadh)
Tax – Advocate Junagadh
Owner – GST Expert Youtube Channel

https://www.youtube.com/channel/UCxpq6tqBcgSv3Qs0E4nwYSA?view_as=subscriber

error: Content is protected !!