શું આપ GST હેઠળ ના કોમ્પોઝીશન વેપારી છો?? તો લેટ-ફી(દંડ) ભરવા તૈયાર રહો….!!!!

Spread the love
Reading Time: 2 minutes

સરકારશ્રી ના અમુક નિર્ણય સામાન્ય વ્યક્તિની સમજણ શક્તિ બહાર છે!!!

તા. ૩૦-૦૬-૨૦૨૦ ના રોજ ઇસ્યુ કરેલ જાહેર નામા ના અનુસંધાને અગર આપ GST ના Regular Dealer છો તો આપને જુલાય ૨૦૧૭ થી જુલાય ૨૦૨૦ દરમ્યાન ના પત્રકો માત્ર રૂ. ૫૦૦/- પ્રતિ રીટર્ન થી ભરી શકો છો, પરંતુ જો આપ Composition Dealer છો તો આપ ને એવી કોઈ છૂટછાટ મળતી નથી.

દાખલા તારીખે જો આપ આજની તારીખ માં July-૨૦૧૭ થી Sep-૨૦૧૭ નું Composition રીટર્ન ભરશો તો એવા રીટર્ન માં રૂ. ૧૦૦૦૦/- ની લેટ-ફી આવશે, જે આપ નીચે જોઈ શકો છો

 આ વાત થી એટલું તો ચોક્કસ કહી શકાય કે સરકાર શ્રી માત્ર મોટા વેપારી તથા ઉદ્યોગપતિ ને ધ્યાન માં રાખી ને નિર્ણય લે છે જયારે નાના વેપારી જેનું વાર્ષિક ટર્નોવર એક કરોડ રૂપિયા થી ઓછુ છે અને Composition Dealer છે, એવા વેપારી માટે કોઈ રાહત નથી. સરકારશ્રી ના આ ગણિત સાથે ટેક્ષ ટુડે સહમત નથી. જોકે આ બાબતે એ કારણ પણ હોઈ શકે કે કંપોઝિશન માં હાલમાં ભરવાના થતાં CMP 08 મ કોઈ લેઈટ ફી લાગતી નથી. પણ આ સમયે એ બાબત સરકારના ધ્યાન બહાર રહી ગઈ હોય તેવું બની શકે કે જે અગાઉના કંપોઝિશન રિટર્ન બાકી છે તેમાં તો લેઈટ ફી લાગે છે. કારણ જે હોઈ તે પણ કંપોઝિશન ના નાના કરદાતા તેઓની લેઈટ ફી પણ માફ થાય તેવી આશા સેવી રહ્યા છે.

પ્રતિક મિશ્રાણી ટેક્ષ એડવોકેટ – જુનાગઢ
Youtube Link :- https://www.youtube.com/GST-Expert
પ્રેસ રીપોર્ટેર
ટેક્ષ ટુડે – ઉના

3 thoughts on “શું આપ GST હેઠળ ના કોમ્પોઝીશન વેપારી છો?? તો લેટ-ફી(દંડ) ભરવા તૈયાર રહો….!!!!

  1. આપણી વાત એકદમ સાચી છે.આ વાત સરકારશ્રી ના ધ્યાન પર લાવવી જ પડશે. આપ ટેક્સ ટુડે ના માધ્યમ દ્વારા આ વાત નાણાં મંત્રી સુધી પહોંચાડે.

  2. SIRJI YOU R RIGHT . PLEASE SEND THIS TO FINANCE DEPARTMENT AND GST COMMITTEE . WE ALL ARE WITH YOU. IF U NEED WRITTEN SUPPORT . WE ALSO WITH U.

Comments are closed.

error: Content is protected !!