શું છે લોકડાઉન??? લોક ડાઉન દરમ્યાન શું કરી શકાય છે, શું નથી કરી શકતું, કોણ બહાર નીકળી શકે છે કોણ નહીં…. જાણો સરળ ભાષામાં…..
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
તા. 25.03.2020: કોરોના સંકટ એ વિશ્વ વ્યાપી સંકટ બની ચૂક્યો છે. ભારતમાં પણ કોરોના સંકટએ સરકાર માટે તથા નાગરિકો માટે ખૂબ મુશ્કેલ સ્થિતિ નું નિર્માણ થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે તા. 24.03.2020 ના રોજ દેશજોગ સંબોધન કરી સમગ્ર દેશ માં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. આમ, સંપૂર્ણ દેશ તારીખ 14 એપ્રિલ સુધી પોતાના ઘર માં રહેવા બંધાયેલ છે. લોકડાઉન જાહેર થયા બાદ સૌ ના મન માં એક પ્રશ્ન હતો…શું છે આ લોકડાઉન??? લોકડાઉન દરમ્યાન નાગરિકો શું કરી શકાય છે, શું નથી કરી શકતું, કોણ બહાર નીકળી શકે છે કોણ નહીં….કઈ ઓફિસો ચાલુ રહેશે કઈ બંધ…. આવો જાણીએ આ માહિતી સરળ ભાષામાં….
લોકડાઉન અંગે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ઓર્ડર નંબર 40-30/2020, તા. 24.03.2020 બહાર પાડવામાં આવ્યો છે. જેના ઉપરથી આ માહિતી તૈયાર કરવામાં આવેલ છે.
- સરકારી કચેરી, અર્ધ સરકારી કચેરીઓ (ઇન્કમ ટેક્સ, સી.જી.એસ.ટી. ઓફિસ વી.) , જાહેર નિગમો (LIC વી.) આ લોક ડાઉન દરમ્યાન બંધ રહેશે.
ઉપર પૈકી અપવાદ તરીકે નીચેની ઓફિસો શરૂ રહેશે.
- ડિફેન્સ, કેન્દ્રિય પોલીસ, ટ્રેઝરી ઓફિસ, જાહેર ઉપયોગિતા ની વસ્તુઓ જેવી કે પેટ્રોલિયમ, CNG, LPG, PNG વી.), ડીસાસટર મેનેજમેંટ, પાવર ઉત્પાદન અને ટ્રાન્સમીશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટીક્સ સેન્ટર, અગાઉ વોર્નિંગ આપતી એજન્સી
- રાજ્ય સરકાર ની ઓફિસો, જાહેર નિગમો (ગુજરાત ST) આ લોક ડાઉન દરમ્યાન બંધ રહેશે.
ઉપર પૈકી અપવાદ તરીકે નીચેની ઓફિસો શરૂ રહેશે.
- પોલીસ, હોમ ગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ, આગ અને ઈમરજન્સી સેવાઓ, ડીસાસટર મેનેજમેંટ તથા જેલ
- ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટરેશન તથા ટ્રેઝરી
- ઇલેક્ટ્રીક, પાણી તથા સફાઈ ને લગતી ઓફિસો
- મ્યુનિસીપાલિટી-નગર પાલિકા. પણ માત્ર સફાઈ, વોટર સપ્લાય ના કર્મચારીઓ
ઉપર 1 તથા 2 ના કર્મચારી જરૂરિયાત મુજબ ઓછામાં ઓછા કર્મચારીઓ ઓફિસે આવવા જોઈએ. વર્ક ફ્રોમ હોમ કલ્ચર ઉપર ભાર મૂકવામાં આવે તે જરૂરી છે.
- હોસ્પિટલ અને તેથી રિલેટેડ મેડિકલ એસ્ટાબ્લીશમેંટ, તેને સલગ્ન દવા ઉત્પાદક અને વેચનાર કરનાર યુનિટસ, સરકારી તથા ખાનગી એકમો જેવાકે દિસ્પેન્સરી, કેમિસ્ટ, મેડિકલ સાધનો ની દુકાનો, લેબોરેટ્રી, ક્લિનિક્, નર્સિંગ હોમ, એમ્બ્યુલન્સ વી. શરૂ રહેશે. મેડિકલ સ્ટાફ જેવા કે નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, અન્ય સપોર્ટ સ્ટાફ ની ટ્રાન્સપોર્ટેશન માટે પણ છૂટ રહેશે.
- વાણિજયક તથા ખાનગી ધંધાકીય એકમો બંધ રહેશે.
આપવાદો:
- PDS (સસ્તા અનાજ ની દુકાનો) સહિત ની અનાજ, કરિયાણા ની દુકાનો, ફળ તથા શાકભાજી ની દુકાનો, ડેરી તથા દૂધ ના કેન્દ્રો, માસ તથા મીટ, પશુઓ માટે ઘાસચારા ની દુકાનો શરૂ રહી શકશે.
પરંતુ જિલ્લા વહીવત્તંત્ર આ માલ સમાન માટે હોમ ડિલિવરી અંગે પ્રોત્સાહન આપશે જેથી લોકો બહાર ઓછા નીકળે.
- બેન્ક ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM
- પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા
- ટેલિકોમયુનિકેશન સેવા, ઇન્ટરનેટ સેવા, કેબલ સેવા ચાલુ રહી શકશે.
- ઇ કોમર્સ વડે ફૂડ, દવાઓ, મેડિકલ સાધનો ની સેવાઓ.
- પેટ્રોલ પંપ, LPG, પેટ્રોલિયમ અને ગેસ ના રિટેઈલ આઉટલેટ
- પાવર જનરેશન, ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશન યુનિટ અને સેવાઓ.
- શેર માર્કેટ, કમોડિટી માર્કેટ.
- કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસ (ગોડાઉન) સેવાઓ.
- ખાનગી સિક્યુરિટી સેવા.
- ઉત્પાદક એકમો પણ રહેશે બંધ.
આપવાદો:
- જરૂરી ચીજવસ્તુ(એશેનશીયલ કમોડિટી કાયદા હેઠળ માન્ય વસ્તુ) ના ઉત્પાદન એકમો.
- રાજ્ય સરકાર પાસે થી પરવાનગી લઈ જેમને સતત ઉત્પાદન કરતું રહેવું પડે તેવા એકમો.
- તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓ રહેશે બંધ.
આપવાદો:
- જરૂરી ચીજવસ્તુ(એશેનશીયલ કમોડિટી કાયદા હેઠળ માન્ય વસ્તુ) ને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ.
- ફાયર, કાયદા અને ઈમરજન્સી સેવાઓ ને લાગતા વાહનો.
- હોટેલ સહિત ની હોસ્પિટલીટી સેવાઓ રહેશે બંધ.
આપવાદો:
- હોટેલ, હોમ સ્ટે, લોજ, મૉટેલ જેઓ એવા યાત્રિકો ને રહેવાની સગવડ પૂરી પાડી રહી છે જેઓ લોકડાઉન ના કારણે ત્યાં રહી રહ્યા છે. આ ઉપરાંત મેડિકલ અને ઈમરજન્સી સ્ટાફ, હવાઈ અને દરિયાઈ સ્ટાફ ને રહેવાની સગવડ પૂરી પડતી સંસ્થા.
- એવા એકમો કે જે “ક્વારંટાઈન” જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં રહેવાની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે.
- તમામ શૈક્ષણિક, ટ્રેનીંગ, રિસર્ચ, કોચિંગ સંસ્થાઓ રહેશે બંધ.
- તમામ પૂજાના સ્થળો, તમામ ધાર્મિક મેળવડા કોઈ પણ જાતના અપવાદ વગર બંધ રહેશે.
- તમામ સામાજિક/રાજકીય/રમત ગમત/એન્ટરટેઇનમેંટ/શિક્ષણ/કલ્ચરલ/ધાર્મિક મેળવડા સંપૂર્ણ પણે બંધ રહેશે.
- મૃત્યુ ના સંજોગોમાં સ્મશાન યાત્રામાં 20 થી વધુ વ્યક્તિઓ ની પરવાનગી રહેશે નહીં.
- 15.02.2020 તથા ત્યાર બાદ ભારત બહાર થી ભારતમાં આવ્યા હોય તેવા વ્યક્તિ, તથા એવા તમામ વ્યક્તિ કે જેઓને આરોગ્ય વિભાગ ના કર્મચારિઑ એ “હોમ ક્વારંટાઈન/ઈન્સ્ટિટ્યૂશન ક્વારંટાઈન” રહેવાની સૂચનો આપેલ છે તેઓએ આ નિર્દેશો નું પાલન કરવાનું રહેશે. આ નિર્દેશો નું પાલન ના કરનાર ઉપર ઇંડિયન પિનલ કોડ ની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.
- ઉપર જણાવેલ આપવાદો વાળા કર્મચારીઓ, સંસ્થાઓ ના વડાઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેઓ/તેઓના સ્ટાફ COVID-19 હેઠળ આપવામાં આવેલ સૂચનાઓ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ નો ચુસ્તતા થી પાલન કરે.
- આ ગાઈડલાઇન નું યોગ્ય પાલન થાય ટે માટે જિલ્લા અધિકારીઓ, મામલતદાર તથા “ઇન્સિડટ કમાન્ડર” ને દરેક એરિયા માં નિમણૂંક કરશે. ‘ઇનસીડંટ કમાન્ડર” આ અંગે પોતાના એરિયા માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. સરકાર ની તમામ એજન્સીઓ ઇંસીડંટ કમાન્ડર ની સૂચનાઓ મુજબ કામ કરશે. ઇંસીડંટ કમાન્ડર કોઈ પણ જરૂરી આવાગમન માટે ના પાસ આપી શકશે.
- આ પ્રતિબંધો મુખ્યત્વે વ્યક્તિઓ ની અવરજવર અંગે છે અને તે જરૂરી માલ સમાન ની અવરજવર અંગે નથી તે ધ્યાને રાખવું ખૂબ જરૂરી છે.
- ઇંસીડંટ કમાન્ડર ની એ જવાબદારી રહેશે કે તે પોતાના સ્ત્રોત, કર્મચારીઓ તથા ચીજવસ્તુઑ નું મહતમ ઉપયોગ થાય તેવી રીતે સંચાલન કરે અને હોસ્પિટલ ની માળખાકીય સુવિધા ને સુદ્રઢ કરવા પ્રયાસો કરશે.
- આ પ્રતિબંધો નો અનાદર કરનાર વ્યક્તિ ઉપર ડીસાસટર મેનેજમેંટ એક્ટ 2005 ની કલમ 51 થી 60 મુજબ તથા ભારતીય દંડ સહિતા ની કલામ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
(ડીસાસટર મેનેજમેંટ એક્ટ 2005 ની કલમ 51 હેઠળ એક વર્ષ થી મંડી ને બે વર્ષ સુધી ની સજા તથા દંડ થઈ શકે છે. ભારતીય દંડ સહિતા ની કલમ 188 હેઠળ 6 મહિના સુધીની જેલ અને દંડ થઈ શકે છે)
- આ પ્રતિબંધો તા. 25.03.2020 થી 21 દિવસ માટે લાગુ રહેશે.
ઉપરોક્ત પ્રતિબંધો તથા આપવાદો દરેક નાગરિકો એ જાણવા જરૂરી છે. પ્રધાનમંત્રીશ્રો દ્વારા 21 દિવસ સુધી લોકડાઉન માટે જે અપીલ કરવામાં આવેલ છે તેનું પાલન કરવું આપણી ફરજ છે. આ માત્ર આપણાં દેશ પ્રત્યેજ જવાબદારી છે એવું નથી પરંતુ આપના પરિવાર તથા આપણાં પોતાના તરફ પણ આ જવાબદારી છે.