શું સરકાર દ્વારા જી.એસ.ટી. માટેની લિમિટ વધારવામાં આવી છે????
નાણાં મંત્રાલયના ટ્વિટ ના કારણે ઊભી થઈ છે ગેરસમજણ!!
તા. 24.08.2020: નાણામંત્રાલય દ્વારા 24 ઓગસ્ટ 2020ના રોજ એક ટ્વિટ કરવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. માટેની ટર્નઓવર લિમિટ હવેથી 40 લાખ કરવામાં આવી છે. આ ટ્વિટના કારણે મોટી ગેરસમજણ ઊભી થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. હકીકતે જી.એસ.ટી. હેઠળ માત્ર માલના વેચાણ સાથે જોડાયેલ કરદાતાની લિમિટ અગાઉ પણ 40 લાખ કરી આપવામાં આવી હતી. પરંતુ આજે જ્યારે મિનિસ્ટ્રી ઓફ ફાઇનન્સ દ્વારા આ ટ્વિટ કરવાંમાં આવ્યું ત્યારે ઘણા મોટા મીડિયા હાઉસ દ્વારા પણ આ ન્યૂઝને બ્રેકિંગ ન્યૂઝ તરીકે દર્શાવવામાં આવ્યુ હતું. આ સમાચારોના કારણે ટેક્સ પ્રેકટિશનરોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બની હતી કે આ ટ્વિટ દ્વારા આજે શું નવી જાહેરાત કરવામાં આવેલ છે??? શું સર્વિસ માટે પણ લિમિટ વધારવામાં આવી છે??? ટેક્સ ટુડે માને છે કે હાલ કોઈ ફેરફાર જી.એસ.ટી. ના ટર્નઓવરની મર્યાદામાં કરવામાં આવ્યો નથી. સ્વર્ગસ્થ નાણાં મંત્રી અરુણ જેટલીજીની પ્રથમ પુણ્યતિથી નિમિતે જી.એસ.ટી. લાગુ કરવામાં તેમની ઉપલબ્ધિ દર્શાવવા આજે જાહેરાતો કરવામાં આવી છે. ભવ્ય પોપટ, એડિટર