શું હવે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડિટ 5 કરોડ ઉપર ટર્નઓવર હશે તો જ કરવું પડશે??? શું છે આ ફેરફાર ની હકીકત, જાણો આ વિશેષ લેખ માં…

Spread the love
Reading Time: 3 minutes

By ચિંતન પોપટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉના-બરોડા

નાણાં મંત્રીએ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ 2020 રજૂ કર્યું. આ બજેટ ને ઘણા ભવિષ્ય લક્ષી સારું બજેટ ગણે છે તો અમુક તજજ્ઞો આ બજેટ ને નિરાશાજનક ગણે છે. ખાસ કરીને આ બજેટમાં જે ટેક્સ સ્લેબ માં બે ઓપ્શન આપવામાં આવ્યા એ બાબત ખૂબ ચર્ચાસ્પદ રહી છે. આવીજ એક ચર્ચાસ્પદ બાબત આ બજેટ માં ઇન્કમ ટેક્સ ઓડિટ માટે ટર્નઓવર ની મર્યાદા અંગે રહી છે.

વાંચક મિત્રો, બજેટ 2020 માં નાણાં મંત્રીએ ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટની લિમિટ વધારી ને 5 કરોડ કરવાની દરખાસ્ત કરી છે. પરંતુ આ વધારાની લિમિટ લાગુ થવા નીચેની બંને શરતો પુર્ણા થવી જરૂરી રહેશે.

  1. જો ધંધાકીય આવક ધરાવનાર કરદાતાની ની ટોટલ Cash Receipt, ટોટલ Receipt ના 5% થી ઓછી હોય;

અને

  1. જો ધંધાદારી ની ટોટલ Cash Payment, ટોટલ Receipt ના 5% થી ઓછી હોય.

જો આ બંને શરતો નું પાલન “ના” કરવામાં આવે તો તો Tax Audit ની લિમિટ FY 2019-20 જેવી જ ગણવામાં આવશે.

(ઇન્કમ ટેક્સ કલમ 44AB માટે – 1 કરોડ અને કલમ 44AD માટે -2 કરોડ) ઉપરની શરતો માથી એક પણ શરત નો ભંગ થતાં, ધંધાકીય આવક ધરાવનાર કરદાતાને આ વધેલી લિમિટનો લાભ મળશે નહીં.

તદુપરાંત, મારા મત મુજબ નીચે જણાવેલા મુદ્દા પણ ધ્યાનમાં લેવા જરૂરી છે:

  • Cash Receipt નો મતલબ માત્ર નફા નુકસાનમાં આવતી આવકો જ નહીં પરંતુ ધંધા ને લગતી કોઈ પણ Receipt (Balance Sheet ને લગતી રિસીપ્ટ પણ) આ 5% વાળી ગણતરી માં સામેલ કરવાની રહેશે. ઉદાહરણ તરીકે, માલિક કે પાર્ટનર જો ધંધામાં રોકડા લઇ આવે તો આ 5% ની ગણતરી માં એ રકમનો પણ સમાવેશ કરવામાં આવશે. આવીજ રીતે કોઈ લોન પેટે પણ cash લાવશે તો તેનો સમાવેશ 5% ની ગણતરીમાં કરવામાં આવશે.

 

  • Cash Payment નો મતલબ માત્ર નફા નુકસાન માં આવતી જાવકો જ નહીં પરંતુ ધંધા ને લગતું કોઈ પણ payment (Balance Sheet ને લગતાપેમેંટ પણ) આ 5% વાળી ગણતરીમાં સામેલ કરવાની રહેશે. ઉદાહરણ તરીકે, માલિક કે પાર્ટનર જો ધંધા માં રોકડા ઉપાડ કરે તો આ 5% ની ગણતરીમાં એ રકમનો પણ સમાવેશ કરવામાં આવશે. આવીજ રીતે કોઈ લોન પેટે પણ cash આપશે તો પણ તેનો સમાવેશ 5% ની ગણતરીમાં કરવામાં આવશે.

 

  • આ લિમિટ માત્ર ધંધાદારી માટે સૂચવામાં આવી છે જેનો બીજો મતલબ એ પણથાય કે પ્રોફેશનલ જેમ કે ડોક્ટર, આર્કિટેક્ટ, વકિલ,CA વિગેરે જેવા પ્રોફેશનલ માટે આ વધારાનો લાભ દેવામાં આવશે નહિ.

અગર કોઈ ધાંધદારી, 44AD ની કલમ નો લાભ લેવા માંગે તો તેના માટે જૂના વર્ષ ના નિયમો પ્રમાણે લાભ લઇ શકશે. મારા અનુભવ મુજબ આ તમામ શરતો ભાગ્યજ કોઈ કરદાતા પુર્ણ કરી શકશે. આમ, 5 કરોડ ને લગતી ઓડિટ ની જોગવાઈ નો લાભ લગભગ કોઈ કરદાતા લઈ શકશે નહીં. 

નવા ટૅક્સ સ્લેબ બાબતે મારો મત :

ભારતીય જનતા પક્ષે પોતાના ચુંટણી ઘોષણાપત્રમાં આવકવેરા ના દર નીચે લાવવા ના મુદ્દાનો સમાવેશ કર્યો હતો. તેઓએ એક રીતે આ મુદ્દો પૂરો કર્યો કહેવાય. ભવિષ્યમાં કર કપતો, મુક્તિઓ સાથેના ગુચવણ ભર્યા કાયદા થી દૂર એક સરળ કાયદો લાવવા પહેલ કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુથી આવક વેરા કાયદાના ઇતિહાસ માં કદાચ પ્રથમ વાર ઇન્કમ ટેક્સ ના દર બાબતે કરદાતાને પસંદગી આપવામાં આવી છે.

નવા સ્લેબ રેટ આપણને ચોકકસ આકર્ષક લાગે પરંતુ જ્યારે ગણતરી કરીયે તો ખબર પડે કે આ નવા ઓપ્શન લેવા માટે કરડાતાએ પહેલા મળી શકતા એવા  ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 80 હેઠળના રોકાણો, હાઉસિંગ લોન ના વ્યાજ જતાં કરવા પડે. સરવાળે, હું કહું તો જે કરદાતા ઉપર જણાવેલ રોકાણો નથી કરવા ઇચ્છતો તેમને નવા દરમાં ફાયદો મળશે.

કરદાતાએ નાણાકીય વર્ષ  2020-21 માટે પોતાને ક્યાં દર (જૂના અથવા નવા) વધુ ફાયદાકારક છે તે સરખાવી પછી જ નિર્ણય લઈ શકાય એ સ્થિતિ માં પોહચડી દીધા છે. તો તમે તમારાં કરવેરા સલાહકાર ની મદદ મેળવી આ નિર્ણય લો તે અપેક્ષિત છે.

મારા અંગત મત પ્રમાણે સરકારે પોતાના વચનો નું પાલન કર્યો પરંતુ, Common Man માટે “કોણી એ ગોળ ચોટાડયો” અથવા તો “ઉંધા કાન પકડાવ્યા” એમ કહી સકાય.

error: Content is protected !!