સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)10 ફેબ્રુઆરી 2020

Experts
Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

(અનિવાર્ય કારણોસર CA મોનીષ શાહ આ સવાલો ઉપર પોતાનો અભિપ્રાય આપી શક્ય નથી)

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: -10th ફેબ્રુઆરી 2020

જી.એસ.ટી.

  1. બિલ્ડીંગ ને લગતી સેવાઓ જેમકે ડીસાઇન, આર્કિટેક્ટ સર્વિસ, એંજિનિયર સર્વિસ વગેરે સેવાઓ ઉપર ક્યાં દરે વેરો લાગે?                                                                                                                                                                                                    જીતુ પરમાર

જવાબ: બિલ્ડીંગ ને લગતી મોટા ભાગ ની સેવા SAC 995428 હેઠળ પડે અને 18% જી.એસ.ટી. ને પાત્ર બને.

 

  1. વાર્ષિક રિટર્ન ભરવા અંગે લેટ ફી ની જોગવાઈ જણાવવા વિનંતી.     એક વેપારી ઉના

જવાબ: જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની જોગવાઈ 44 હેઠળ પડે. કલમ 47(2) હેઠળ રોજ રૂ 200/- (100 CGST અને 100 SGST) લાગુ પડે. આ લેટ ફી વધુમાં વધુ ટર્નઓવર ના 0.25%  લાગુ પડે. આમ, કોઈ કરદાતા નું ટર્નઓવર 2 કરોડ નું હોય તો લેટ ફી મહતમ 50000(પ્રતિ કાયદા) સુધી થઈ શકે.

  1. જી.એસ.ટી. ઓડિટ લેટ થાય તો આ અંગે કોઈ લેઇટ ફી આવી શકે?    એક વેપારી, ઉના

જવાબ: ના, જી.એસ.ટી. ઓડિટ માટે કલમ 47 હેઠળ કોઈ લેટ ફી લાગી શકે નહીં. પરંતુ વાર્ષિક રિટર્ન માટેની કલમ 44 હેઠળ ઓડિટ કરવા જવાબદાર વ્યક્તિએ વાર્ષિક રિટર્ન ભરવા સાથે ઓડિટ સબમિટ કરવું જરૂરી છે. જી.એસ.ટી. કાયદાની કલમ 125 હેઠળ જનરલ પેનલ્ટી થઈ શકે.

  1. અમારા અસીલ ગુજરાત બહાર માલ મોકલાવે છે. બિલમાં તેઓ ટ્રાન્સપોર્ટ ચાર્જિસ અલગથી દર્શાવે છે. ખરીદનાર પાસેથી તેઓ ટ્રાન્સપોર્ટ સહિત ની રકમ ઉઘરાવે છે. જી.એસ.ટી.આર. 1 માં આ રકમ ટ્રાન્સપોર્ટ ચાર્જિસ સાથે બતાવવાની રહે કે ટ્રાન્સપોર્ટ વગર ની રકમ બતાવવા ની રહે.                                                                                                                                  પિયુષ લીંબાણી

જવાબ: જી.એસ.ટી.આર. 1 માં ટ્રાન્સપોર્ટ ની રકમ સહિત ની રકમ દર્શાવવી પડે. ટેક્સ પણ ટ્રાન્સપોર્ટ સહિત ની રકમ ઉપર ઉઘરાવવો જોઈએ અને ભરવો પડે. જ્યારે આ પ્રમાણે બિલ માં ટ્રાન્સપોર્ટ ની રકમ દર્શાવી વેચનાર દ્વારા રકમ ઉઘરાવવામાં આવે ત્યારે આ વ્યવહાર પર ફોરવર્ડ ચાર્જ લેખે વેરો ભરવા સપ્લાયર ની જવાબદારી આવે. RCM લેખે ખરીદનાર આ ટ્રાન્સપોર્ટ પર વેરો ભરવા જવાબદાર ના ઠરે.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!