સપ્ટેમ્બર ના 3B રિટર્ન ની નિયત તારીખ પછી 2017-18 ના વર્ષ ની GST ક્રેડિટ ના મળે તે અંગે ની પ્રેસ રિલિજ ને ગુજરાત હાઇ કોર્ટ માં પડકારવા માં આવી

Spread the love
Reading Time: < 1 minute

તા: 11:12:2018, ઉના: GST હેઠળ જાહેર કરવામાં આવેલ તા: 18.10.2018 ની પ્રેસ વિજ્ઞપ્તિ ને એક CA પેઢી AAP & Co દ્વારા માનનીય ગુજરાત હાઇ કોર્ટ માં પડકારવવા માં આવેલ છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા સરકારે જાહેર કરેલ હતું કે 2017-18 ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લાવની સમય મર્યાદા સપ્ટેમ્બર મહિના ના 3B ભરવાની છેલ્લી તારીખ એટ્લે કે 20 ઓક્ટોબર રહેશે. આ પ્રેસ વિજ્ઞપ્તિ એ ભારતીય બંધારણ ના આર્ટીકલ  19(1)(g) ની વિરુદ્ધ છે તેવી દલીલ અરજ્કર્તા તરફથી તેમના એડવોકેટ્સ વિનય શરાફ, નિપુણ સંઘવી, અવિનાશ પોદ્દાર, વિશાલ દવે તથા પ્રતિક ગટાણી દ્વારા રજૂ કરવામાં આવેલ હતી. આ રીટ પિટિશન ને માનનીય વડી અદાલતે સ્વીકાર કરેલ છે. કોર્ટે આ બાબતે સરકાર ને નોટિસ આપેલ છે. આ કેસ ની હવે પછી ની તારીખ 09 જાન્યુઆરી રાખવામા આવેલ છે. આ ચુકાદા ઉપર તમામ ટેક્સ પ્રેકટીશનર્સ તથા ધંધાર્થીઓ ની નજર રહેશે. જો આ ચુકાદા નો નિર્ણય અરજદારો ની તરફેણ માં આવશે તો મોટા પ્રમાણ માં વેપારીઓ ને ફાયદો થાય તેવી શક્યતા છે. ટેક્સ ટુડે AAP & Co (CA પેઢી) નો આ રિટ પિટિશન કરવા બદલ ખાસ આ તકે જાહેર આભાર પ્રકટ કરે છે. બ્યૂરો રિપોર્ટે ટેક્સ ટુડે

error: Content is protected !!
18108