સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું: જાણો શું છે રાહત આ લોકડાઉન પાર્ટ 4 માં???

Spread the love
Reading Time: 3 minutes

 

 

 

By Bhavya Popat, Advocate & Editor Tax Today

 

તા. 17.05.2020: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી દ્વારા સમગ્ર દેશમાં COVID 19 ના કારણે લાદવામાં આવેલ લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. આ લોક ડાઉન પાર્ટ 4 માં અગાઉ હતી તેના કરતાં વધુ રાહતો નાગરિકોને આપવામાં આવશે. આ ઉપરાંત અગાઉ જાહેર કરેલ હતી તેથી વધુ આર્થિક પ્રવૃતિઓ ને આ લોકડાઉન 4 માં છૂટ આપવામાં આવશે. વાંચો સરળ ભાષામાં શું છૂટ આપવામાં આવશે લોકડાઉન ભાગ 4 માં… એક બાબત આ તકે ધ્યાને રાખવી જરૂરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા 17 05 2020 ના રોજ લોકડાઉન અંગે ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે તેના ઉપરથી રાજ્ય સરકારો પોતાની માર્ગદર્શિકા બહાર પાડશે. ત્યાર બાદ જે તે જિલ્લા ના કલેક્ટર આ કેન્દ્ર અને રાજ્ય સરકારો ની માર્ગદર્શિકા ઉપરથી જાહેરનામા બહાર પાડશે. ત્યાર બાદ જે તે આર્થિક પ્રવૃતિઓ ચાલુ કરી શકશે. અગાઉ જે પ્રવૃતિઓ લોકડાઉન ભાગ 3 માં છૂટ આપવામાં આવેલ હતી તેમાં જો સુધારો ના થાય ત્યાં સુધી તેનો અમલ ચાલુ રહે છે.

લોકડાઉન ભાગ 4 માં શું છે કેન્દ્ર સરકાર ની માર્ગદર્શિકા?

નીચેની પ્રવૃતિઓ આ લોકડાઉન ભાગ 4 માં પણ સંપૂર્ણ પણ દેશભરમાં બંધ રહેશે. 

 1. તમામ ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ.
 2. મેટ્રો રેલ સેવા
 3. તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ વગેરે. જો કે ઓનલાઈન લર્નિંગ ની છૂંટ રહેશે.
 4. હોટેલ તથા હોસ્પિટાલીટી સેવાઓ (COVID 19 હેઠળ જરૂરી સેવા આપતી હોટેલ સિવાય)
 5. તમામ સિનેમા ગૃહ, શોપિંગ મોલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેંટ પાર્કસ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભાગૃહ અને આ જેવા સ્થળ
 6. તમામ સામાજિક, રાજકીય રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સંસ્કૃતિક, ધાર્મિક કર્યેક્રમો તથા અન્ય સમ્મેલનો.
 7. તમામ પ્રકારના ધાર્મિક સ્થળો, પુજા સ્થળો પ્રજા માટે બંધ રહેશે. ધાર્મિક મેળાવડા પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.

નીચેની પ્રવૃતિઓની  પરવાનગી સરકાર આપી શકશે:

 • રાજ્ય સરકારો ની પરસ્પર સંમતી થી આંતર રાજ્ય પેસેંજર વિહિકલ, બસો ચાલી શકશે.

 

 •  રાજ્યમાં ની પેસેંજર વિહિકલ, બસો ચાલી શકશે.

ઝોન અંગે ના નિર્ણય:

 • ભારત સરકાર નું સ્વસ્થ્ય મંત્રાલય દર અઠવાડિયે રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાશીત પ્રદેશો ને ઝોન અંગે ની માર્ગદર્શિકાઓ મોકલશે. આ માર્ગદર્શિકાઓ ઉપરથી રાજ્ય સરકાર/કેન્દ્ર શાશીત પ્રદેશ આ લિસ્ટ માં આવેલ જિલ્લાઓમાં વધારાના જિલ્લાઑ ને રેડ ઝોન કે ઓરેન્જ ઝોન માં લઈ શકશે.

 

 • રેડ ઝોન, ઓરેન્જ ઝોન, કંટેઇંમેંટ ઝોન અને બફર ઝોન નો નિર્ણય જે તે જિલ્લા કલેક્ટર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ના નિર્દેશો ને આધીન લઈ શકશે.

 

 • કંટેઇંમેંટ ઝોન માં માત્ર ફરજિયાત જરૂરિયાત વાળી પ્રવૃતિઓ ને જ પરવાનગી આપવામાં આવશે. આ વિસ્તારમાં થી કોઈ વ્યક્તિ બહાર ના નીકળે તે અંગે ની કડકાઇ ભર્યું પાલન કરાવવું જે તે જિલ્લા પ્રશાશન હેઠળ રહેશે. મેડિકલ ઈમરજન્સી તથા જરૂરી વસ્તુ તથા સેવાઓ સિવાય કોઈ પણ વ્યક્તિની હેરફેર ને પરવાનગી આપવામાં આવશે નહીં.

 

 • કંટેઇંમેંટ ઝોનમાં કોરોના અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

 

 • તમામ ઝોનમાં ફરજિયાત જરૂરિયાત સિવાયની પ્રવૃતિ સાંજે 7 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી સદંતર બંધ રહેશે. સ્થાનિક સત્તાધિકારીઓ (કલેક્ટર/ડેપ્યુટી કલેક્ટર એમ સમજી શકાય) ધારા 144 નો ઉપયોગ કરી કરફ્યુ લગાડી શકે છે અને આ બાબત નું કડક પાલન થાય તે તેમણે જોવાનું રહેશે.

 

 • તમામ ઝોનમાં 65 વર્ષ ઉપરના વ્યક્તિઓ, મેડિકલ પ્રોબ્લેમ ધરાવતા વ્યક્તિઓ, પ્રેગનંટ મહિલાઓ તથા 10 વર્ષ થી નીચેના બાળકો ને ફરજિયાત જરૂરિયાત સિવાય અથવા મેડિકલ જરૂરિયાત સિવાય ઘરની બહાર નીકળવા દેવામાં આવશે નહીં.

આ લોકડાઉન 4 ની માર્ગદર્શિકા મુજબ જે પ્રવૃતિ બાબત સ્પષ્ટ રીતે પ્રતિબંધ ના આપવામાં આવેલ હોય તે તમામ પ્રવૃતિઓ ચાલુ ગણાશે.

 • કંટેઇંમેંટ ઝોનમાં ફરજિયાત જરૂરિયાત વળી વસ્તુઓ તથા સેવાઓ સિવાય ની તમામ પ્રવૃતિઓ બંધ રહશે.

 

 • રાજ્ય સરકારો/કેન્દ્ર શાશીત પ્રદેશ પોતાના આકલન મુજબ વધારાની પ્રવૃતિઓ બંધ રાખવા ફરમાવી શકે છે અથવા તે પ્રવૃતિઓ બાબતે નિયંત્રણો તથા શરતો મૂકી શકે છે.

આરોગ્ય સેતુ એપ્લીકેશન દ્વારા COVID 19 ને નિયંત્રણ માં રાખવામા મદદ મળે છે. વધુ માં વધુ લોકો આ એપ ડાઉનલોડ કરી પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ્સ એપ માં મુક્તા રહે તેવો પ્રચાર અને પ્રસાર જિલ્લા વહીવટી તંત્ર કરશે. તમામ નોકરીદાતાઑ પણ પોતાના કર્મચારીઑ આ એપ ડાઉનલોડ કરે તે અંગે ખાસ તકેદારી રાખશે. 

નીચેના કિસ્સાઓમાં વ્યક્તિ તથા માલ ની મુક્ત અવરજવર અંગે ખાસ સૂચના

 • તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાશીત પ્રદેશો મેડિકલ પ્રોફેશનલ્સ તથા સ્ટાફની રાજ્ય માં ની તથા આંતર રાજ્ય અવરજવર કોઈ પણ જાત ના નિયંત્રણ વગર થાય તેવી વ્યવસ્થા કરશે.

 

 • તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાશીત પ્રદેશો આંતર રાજ્ય માલ ની હેરફેર/ કાર્ગો ની હેરફેર/ ખાલી ટ્રકો ની હેરફેર કરવા છૂટ આપશે.

(નોંધ: ઉપર જાહેર કરેલી માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આમાં, ઉપર ની માર્ગદર્શિકાઑ ને આધીન ફેરફાર કરવાનો હક્ક રાજ્ય સરકારો/UT પ્રબંધન ને છે. રાજ્ય સરકાર ની માર્ગદર્શિકા બહાર આવે પછી જે તે વિસ્તાર ના કલેક્ટર આ અંગે પોતાનું જાહેરનામું બહાર પડશે. ત્યાર બાદ આ પ્રવૃતિઓ બાબતે નિર્ણય માન્ય ગણાય.)

(તા.ક. આ લેખ તૈયાર કરવામાં ખૂબ કાળજી રકવામાં આવેલ છે. છતાં આ લેખ ઉપર થી કોઈ વ્યકિતી કોઈ પ્રવૃતિ કરે અથવા ના કરે તે અંગે લેખક કે ટેક્સ ટુડે કોઈ પણ રીતે જવાબદાર નથી.)    

કેન્દ્ર સરકારનું લોકડાઉન અંગે નું જાહેરનામું MHAOrderextension_1752020

2 thoughts on “સમગ્ર દેશમાં લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું: જાણો શું છે રાહત આ લોકડાઉન પાર્ટ 4 માં???

Comments are closed.

error: Content is protected !!