સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 4 minutes

17 th May 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી.

  1. અમારા અસીલ ઓફિસ ભાડે આપવાનો ધંધો કરે છે. તેઓ 01.07.2017 થી જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર હતા. પરંતુ તેઓએ જી.એસ.ટી. નંબર એપ્રિલ 2020 માં લીધો છે. અમારા આ અંગે નીચે મુજબ પ્રશ્નો છે: 
  • શું અમારે એપ્રિલ 2020 મહિના નું પ્રથમ રિટર્ન ભરીએ તેમાં 01.07.2017 થી એપ્રિલ 2020 સુધી ની તમામ ભાડાની આવક ગણી તેના ઉપર ટેક્સ તથા વ્યાજ ભરી અને રિટર્ન માં દર્શાવી દેવું જોઈએ?
  • શું જુલાઇ 2017 થી GSTR 3B બાબતે લેઇટ ફી લાગે?                                                                                                                                                                                                                                                                   નીલમ પરમાર, અમદાવાદ

જવાબ: તમારા પ્રશ્નમાં તમે તમારા અસીલ ને મળેલ નોંધણી દાખલમાં જવાબદારી ની તારીખ તથા નોંધણી ની તારીખ જણાવી હોત તો વધુ ચોક્કસ જવાબ આપી શક્ય હોત. તમે આપેલ વિગતો ઉપરથી અમારું માનવું છે કે તમારે એપ્રિલ મહિનાના રિટર્નમાં જૂની સપ્લાય તથા ટેક્સ ની જવાબદારી દર્શાવવા ના બદલે DRC 03 થી દર્શાવી જોઈએ. તમારા બીજા પ્રશ્ન ના જવાબ માં જણાવવાનું કે જુલાઇ 2017 થી લેઇટ ફી લાગવાનો કોઈ સવાલ નથી કારણકે તમારા અસીલ રિટર્ન ભરવા એપ્રિલ 2020 થી જ થશે.

 

 

  1. અમારા અસીલ નું 3B રિટર્ન ભરવામાં શરતચૂક થયેલ છે. આઉટ વર્ડ ટેક્સેબલ સપ્લાય ની જગ્યાએ ઇનવર્ડ સપ્લાય લાયબલ ટુ RCM માં રકમ આપી દીધેલ છે. આ અંગે ની ક્રેડિટ પણ શરતચૂક થી લેવાઈ ગઈ છે. હવે અમારે શું કરવું જોઈએ? આવતા માહિનામાં ITC રિવર્સ કરવી જોઈએ કે DRC 03 ફાઇલ કરવું જોઈએ?                                       સંદીપ પટેલ, ગાંધીનગર

જવાબ: આવા કિસ્સામાં અમારા મતે તમારે RCM ની જે ક્રેડિટ લીધેલ છે તે સર્ક્યુલર 26/2017 મુજબ રિવર્સ કરવી જોઈએ. આઉટપુટ લાયાબિલિટી ને નેટ ઓફ કરી, એટલેકે જેટલી RCM માં દર્શાવેલ છે તેને બાદ કરી આઉટવર્ડમાં દર્શાવી આઉટપુટ ટેક્સ દર્શાવવા માં આવે તેવો અમારો મત છે.

 

 

  1. મારા એક એગ્રો શેડ નેટના મેન્યુફેક્ચર વેપારી ને માર્ચ 2019 માં કમિશન ની આવક હતી. જે અમને સપ્ટે 19 મા IT ઓડિટ વખતે ધ્યાનમાં આવી. અને એ અમે સપ્ટે 19 ના 3B માં બતાવી દીધી . (જીએસટીઆર 1 મા શો કરી નથી)

માર્ચ 19 મા પણ અમારી આઇ ટી સી કેરી ફોરવર્ડ થતી હતી અને સપ્ટે 19 મા પણ સી/એફ જે થાય છે

 હવે સવાલ એ છે કે મે જે  માર્ચ 19 ના આઉટવર્ડ સપ્લાય સપ્ટે 19 મા બતાવી તો આની ઉપર કોઈ ઇન્ટરેસ્ટ પે કરવનુ થાય?                                                                                                                                                                       અલ્પેશ ઉપાધ્યાય, વલસાડ

 

જવાબ: ના, હવે જ્યારે જી.એસ.ટી. કાયદા ની કલમ 50 માં વ્યાજ નેટ પેયેબલ રકમ ઉપર લાગે તેમ જાહેર કરેલ હોય, તમારે માર્ચ અને સપ્ટેમ્બર બંને માં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વધારે આવતી હોય અને કોઈ ટેક્સ ભરવા પાત્ર ના હોય તો વ્યાજ ના લાગે તેવું અમારૂ માનવું છે.

 

 

  1. મારો અસીલ પેટ્રોલ પમ્પ ડીલર છે .મારો પ્રશ્ન છે કે કંપની ને જ્યારે પેમેંટ (RTGS) કરવામાં લેટ થઈએ ત્યારે કંપની LATE PAYMENT PENALTY વસૂલ કરે છે જે INCLUDING GST હોય છે જેની GSTR 2એ માં SHOW થાય છે . પેટ્રોલ ડીજલ સેલ્સ NON GST SALES છે તો શું પેનલ્ટી ઉપરનો જીએસટી ની ક્રેડિટ CLAIM કરી શકાય? કે પછી તેને IN ELIGIBLE કરવી પડે.અને તે પેનલ્ટીને ઇનકમ ટૅક્સ માં બિઝનેસ EXPENSE તરીકે લઈ શકાય કે EXPENSE DISALLOWED થાય?                                                                                                              સંદીપ પટેલ, ગાંધીનગર

જવાબ: જો તમારા સપ્લાયર દ્વારા લેઇટ પેમેન્ટ ચાર્જ ઉપર જી.એસ.ટી. ઉઘરાવેલ હોય તો સામાન્ય રીતે તેની ક્રેડિટ મળે. પરંતુ તમારો ધંધો નોન જી.એસ.ટી. ગુડ્સ નો હોય, આ લેઇટ પેમેંટ ચાર્જ સીધી રીતે તેમની સાથે જોડાયેલ હોય આ ક્રેડિટ તમારે રિવર્સ કરવાની રહે. આ ખર્ચ તથા તેના ઉપર નો જી.એસ.ટી. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ખર્ચ તરીકે તમરા અસીલને બાદ મળશે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્ન સાથે તમારું પૂરું નામ, વ્યવસાય તથા ગામ નું નામ અચૂક લખવા વિનંતી. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!