સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 2 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 23rd  સપ્ટેમ્બર 2019

  1. અમારા અસીલ ટેકસટાઇલ ઉત્પાદન માં છે. તેઓ ને ઇનવરટેડ રેઇટ સ્ટ્ર્ક્ચ્ર ઉપર જે ક્રેડિટ ઊભી થાય છે તો તેનું રિફંડ 01.08.2018 પછી લઈ શકાય?                                                                                                                                                                                                                          રવિ પટેલ

જવાબ: હા, અમારા મત મુજબ આ રિફંડ મળે.

  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ ખરીદી માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરે છે. જે ટ્રાન્સપોર્ટર છે તેઓ પોતે ગાડી ના માલિક છે અને પોતેજ ડ્રાઇવિંગ કરે છે. ટ્રાન્સપોર્ટર અનરજીસ્ટરડ છે. શું આ ખર્ચ ઉપર મારા અસિલે RCM ભરવો પડે?                                                                              પિયુષ જે. લિંબાણી

જવાબ: જ્યારે ટ્રક માલિક પોતે, પોતાનો ટ્રક ચલાવે ત્યારે એ કનસાઈનમેંટ નોટ ના આપે માટે તે GTA ની વ્યાખ્યા માં ના આવે. GTA ના હોય તો ટ્રાન્સપોર્ટ ભાડા ઉપર RCM ની જવાબદારી ના આવે.

  1. મારા અસીલ ટેક્સ ફ્રી માલ નું વેચાણ કરે છે. શું તેઓ કંપોઝીશન નો વિકલ્પ પસંદ કરી શકે? વિજય પ્રજાપતિ

જવાબ: હા, આપના અસીલ કરમુક્ત માલ નું વેચાણ કરતાં હોય તો પણ કંપોઝીશન નો વિકલ્પ પસંદ કરી શકે. આ કન્ફયુંઝન ઊભું થવાનું કારણ અમારા મતે GST કાયદા ની કલામ 10(2)(b) હોય શકે. આ ક્લોઝ અમારા મતે એવા ગુડ્સ ની વાત કરે છે જે જી.એસ.ટી. કાયદા હેઠળ ટેક્સ થતાં નથી. ઉદાહરણ તરીકે પેટ્રોલ, ડીઝલ, લીકર…                                                    

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

You may have missed

error: Content is protected !!