સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Experts
Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

 

તારીખ: 30th સપ્ટેમ્બર 2019

  1. અમારા એક ગુજરાત ના રજીસ્ટરડ ડીલર અસીલ ચાઈના થી marine diesel engine  ઈમ્પોર્ટ કર્યું છે  જેનો HSN  84081010 ઇ વે બિલ મુજબ છે જેમાં 28 % IGST  લગાડેલ છે .અમારા અસીલ આ કોમોડીટીઝ રેગ્યુલર ધોરણે ઈમ્પોર્ટ કરી સ્થાનિક લેવલે સપલાય કરવા માંગે છે . આ  એન્જીન સ્થાનિક લેવલે  જે સી ફૂડ ટ્રેડીંગ કરે છે તેમને

ફિશિંગ બોટ માં યુઝ કરવા વેચવા માં આવે તો  સર્ક્યુલર નંબર 52/26/2018-GST  DATED 9/8/18  કે જેમાં પેરા નંબર 10.1 મુજબ Applicability of GST on marine engine: Reference has been received seeking clarification regarding GST rates on Marine Engine. The fishing vessels are classifiable under heading 8902, and attract GST @ 5%, as per S. No. 247 of Schedule I of the notification No. 01/2017-Central Tax (rate) dated 28.06.2017. Further, parts of goods of heading 8902, falling under any chapter also attracts GST rate of 5%, vide S. No. 252 of Schedule I of the said notification. The Marine engine for fishing vessel falling under Tariff item 8408 1093 of the Customs Tariff Act, 1975 would attract a GST rate of 5% by virtue of S. No. 252 of Schedule I of the notification No. 01/2017-Central Tax (rate) dated 28.06.2017.

10.2 Therefore, it is clarified that the supplies of marine engine for fishing vessel (being a part of the fishing vessel), falling under tariff item 8408 10 93 attracts 5% GST.

     ઉક્ત Clarification અન્વયે marine diesel engine ના સ્થાનિક સપ્લાય (કે જે ફિશિંગ બોટ માં યુઝ થાય ) કરવા માં આવે તો 5 % gst લાગે કે 28%  .  જો 5 % collect કરવાના હોય તો ઈમ્પોર્ટ તબક્કે 28 % ચૂકવેલ હોય , બાકી ના 23 % Accumalated tax દર મહીને રીફંડ મળે કે કેમ .         ધર્મેશ પરમાર – જુનાગઢ

જવાબ: તમે દર્શાવેલ સર્ક્યુલર મુજબ મરીન એન્જિન જો ફિશિંગ વેસલ માટે હોય તો તેના ઉપર 5% જી.એસ.ટી. લાગે. અમારા માટે જો ઇમ્પોર્ટ ઉપર 28% જી.એસ.ટી. ભરેલ હોય તો તેનું ઈનવરટેડ રેઇટ સ્ટ્રક્ચર ના કારણે રિફંડ મળે.

 

  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓએ નેપાલ ખાતે એક્સપોર્ટ IGST પેમેન્ટ વગર રોડ દ્વારા એકપોર્ટ કરેલ છે. LUT દ્વારા એકપોર્ટ કરેલ માલ ના રિફંડ માટે ક્યાં ક્યાં પુરાવા જોડવા રહે. GSTR 1 માં ક્યાં અને કેવી રીતે દર્શાવવું રહે?                                                                               પિયુષ લીંબણી

જવાબ: નેપાલ માં કરેલ એકપોર્ટ એ IGST કાયદા ની કલમ 16 હેઠળ એકપોર્ટજ ગણાય. GSTR 1 માં આ વેચાણ ને ઝીરો રેટેડ સેલ્સ માં દર્શાવવા નું રહે. લેન્ડ કસ્ટમ સ્ટેશન ના ઓથોરાઇઝેશન આ એકપોર્ટ માટે જોડવાના રહે. આ ઉપરાંત એક્સપોર્ટ ઇંવોઇસ, LR કોપી, શિપિંગ બિલ, GSTR 2A તથા જે ઇંવોઇસ 2A માં ના મેચ થતાં હોય તેવા બિલ ની કોપી અપલોડ કરવાની રહેશે.

 

  1. અમારા અસીલ પેટ્રોલ પંપ ડીલર છે. તેઓ એક માલિકી પેઢી છે. તેઓ ટ્રક પોતના નામે ખરીદે છે. આ ટ્રક નો ઉપયોગ કંપનીમાથી પોતાના પંપ માટે પેટ્રોલ તથા ડીઝલ લાવવા માટે કરે છે. પેટ્રોલિયમ કંપની ભાડા પેટે અમોને રકમ ચૂકવે છે. આ ભાડા ની રકમ ઉપર કંપની RCM 5 % ના દરે ચૂકવે છે. શું આ વ્યવહાર ઉપર અમારા અસીલ પેટ્રોલ પંપ ડીલર ની કોઈ જવાબદારી આવી શકે?                                                                એક વેપારી, ઉના

જવાબ: અમારા મતે જો તમે ટ્રાન્સપોર્ટ ચાર્જ વસૂલ કરતાં હોય તો કોઈ જવાબદારી આવે નહીં. આ મતે નોટિફીકેશન 12/2017 દ્વારા મુક્તિ નો લાભ મળે. જો ફિક્સ ભાડું લેતા હોય તો સર્વિસ પ્રોવાઇડર તરીકે GST ભરવાનો પ્રશ્ન આવી શકે છે.

 

ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!