સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 18 નવેમ્બર 2019
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 18th નવેમ્બર 2019
જી.એસ.ટી.
- મારા અસીલ જી.એસ.ટી. હેઠળ રજીસ્ટરડ છે. તેઓ પેકર્સ અને મુવર્સ નો ધંધો કરે છે. તેઓ વ્યક્તિ ને પોતાનું ઘર બદલવા માટે સમાન હેરફેર ની સેવા આપે છે. આ સેવા ઉપર જી.એસ.ટી. નો શું દર લાગુ પડે? આનંદ એશોશીએટસ, રાજકોટ
જવાબ: પેકર્સ અને મુવર્સ ની સર્વિસ આમ પેકિંગ અને મૂવિંગ ની કંપોઝીટ સર્વિસ ગણાય. આ સેવા ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે.
- શું વાર્ષિક રિટર્ન GSTR 9, 2 કરોડથી ઓછા ટર્નઓવર વાળા માટે ફરજિયાત છે? ડી. બી. ઠૂમર
જવાબ: ના, બે કરોડ થી ઓછા ટર્નઓવર વાળા કરદાતા માટે જી એસ ટી આર 9 ભરવું મરજિયાત બનવી દેવામાં આવ્યું છે. આ અંગે 47/2019, તા. 09 ઓક્ટોબર 2019 નું નોટિફિકેશન આપવામાં આવ્યું છે.
- અમો કપાસિયા ની ખરીદી કરી તેમાથી કપાસિયા ખોળ (કરમુક્ત) તથા કપાસિયા વોશ નું ઉત્પાદન કરીએ છીએ. આ ઉપરાંત અમો તેલ નું વેચાણ પણ કરે છે. ખરીદી માં કરેલ ક્રેડિટ કપાસિયા ખોળ સામે રિવર્સ કરવાની થાય તેના ગણતરી ના ફોર્મ્યુલા માં કપાસિયા તથા કપાસિયા વોશ જ લેવાનું થાય કે અમો જે તેલ નું ટ્રેડિંગ કરીએ છીએ તેને પણ ગણતરી માં લેવું પડે? રાહુલ સોઢા
જવાબ: કોમન ક્રેડિટ હોઈ તેના રિવર્સલ માટે ટોટલ ટર્નઓવર લેવાનું એટલે દા. ત. તમારા ધંધા માં ઓડિટ ની સર્વિસ ના બિલ ની ક્રેડિટ એ કોમન ક્રેડિટ કેવાય એના રિવર્સલ માટે ટોટલ ટર્નઓવર ધ્યાન માં લેવાનું બાકી ટ્રેડિંગ આઈટમ સામે ટ્રેડિંગ આઈટમ નું ટર્નઓવર અને મેન્યુફેક્ચર આઈટમ માટે તેનું ટર્નઓવર ધ્યાન માં લેવાનું અને લરેડિત રિવર્સ કરવાની રહે, તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.