સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
11 May 2020 Edition
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી.
- અમારા અસીલ જાડી રેતીની ખરીદી કરી તેનું વેચાણ કરે છે. રેતી ની ખરીદીમાં રિક્ષા કે ટેમ્પો દ્વારા કાર્ટિંગ કરવામાં આવે છે. આ કાર્ટિંગની ઇનવર્ડ સપ્લાય મોટા ભાગે GST હેઠળ બિન નોંધાયેલ હોય છે. તેઓ GTA તરીકે પણ રજિસ્ટર્ડ નથી હોતા. શું અમારા અસિલે ઇનવર્ડ સપ્લાય ઉપર RCM ભરવો પડે? સંદીપ પટેલ, એકાઉન્ટન્ટ,
જવાબ: RCM લાગુ થવા માટે GTA હોવું જરૂરી છે. GTA બનવા સૌથી મહત્વનુ કંસાઇનમેંટ નોટ છે. તમારા કિસ્સામાં અમારા મતે જે કાર્ટિંગ ની ઇનવર્ડ સપ્લાય થાય છે તે GTA ગણાય નહીં. અને RCM લાગુ પડે નહીં.
- જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 25 હેઠળ મરજિયાત નોંધણી દાખલો મેળવવા અરજી કરવામાં આવે તે નોંધણી દાખલો અરજી કર્યા તારીખ થી લાગુ પડે કે નોંધણી આપવામાં આવે તે તારીખ થી? અમારા મતે આ નોંધણી દાખલો અરજી કર્યા તારીખ થી લાગુ પડે? આપનો અભિપ્રાય જણાવશો. રમેશભાઈ કોટક, ટેક્સ એડવોકેટ, વેરાવળ
જવાબ: જી.એસ.ટી. નિયમો ના નિયમ 10 હેઠળ રજીસ્ટ્રેશન ક્યારથી અમલી બને તે અંગે ઉલ્લેખ છે. આ નિયમ માં મરજિયાત નોંધણી [કલમ 25(3)] માટે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ, આ દ્વિધા પ્રવર્તી રહી છે. અમારા માટે આ નિયમ નું “કંસર્વેટિવ ઇન્ટરપ્રિટેશન” કરવું જોઈએ અને જ્યારથી નોંધણી દાખલો આપવામાં આવે તે તારીખ થી નોંધણી મળેલ ગણાય. આ અસ્પસ્ટતા ના કારણેજ ઘણા અધિકારીઓ આ નોંધણી દાખલો અરજી તારીખ થી અમલી બનાવે છે અને ઘણા અધિકારી નંબર આપ્યા તારીખને અમલી તારીખ ગણે છે.
ઇન્કમ ટેક્સ
- ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 44AE માં ગ્રોસ વેઇટ માં “લેડન વેઇટ” ગણવું જોઈએ કે “અનલેડન વેઇટ” ગણવું જોઈએ? સહદેવ આહીર
જવાબ: “અનલેડન વેઇટ” એટ્લે વાહન જ્યારે ખાલી હોય તે સમય નું વજન. “લેડન વેઇટ” એટ્લે વાહન જ્યારે ભરેલ હોય તે વજન. ઇન્કમ ટેક્સ કાયદા ની કલમ 44 AE હેઠળ જે તે વાહન નું “લેડન વેઇટ” ગણવાનું રહે છે.
- ઉપર લાલ અક્ષર માં જણાવેલ સુધારો એક
- અમારા અસીલ રિટેઈલ ટ્રેડિંગ નો ધંધો કરે છે. નાણાકીય વર્ષ 2018 19 નું રિટર્ન ફાઇલ કરવાનું બાકી છે. તેઓનું ટર્નઓવર 55 લાખ નું છે. આ ધંધા નો નફો 245000 નો છે, જે 8 % થી ઓછો છે. ઓડિટ કરાવવા ની ટાઈમ લિમિટ જતી રહી છે. આ કિસ્સામાં અમારે શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી. સંદીપ પટેલ,
જવાબ: અમારા મતે આવા કિસ્સામાં તમારા અસીલ ને આવકવેરા કાયદાની કલમ 44AD(v) નો લાભ મળે. આ ક્લોઝ મુજબ જો કરદાતાની કુલ આવક ટેકસેબલ લિમિટ થી ઓછી હોય તો 8% થી ઓછો નફો હોવા છતાં ઓડિટ કરાવવું જરૂરી નથી રહેતું. આ સમયે કરદાતાની અન્ય આવક સાથે પણ ટેકસેબલ લિમિટથી ઓછી થતી હોય તે જરૂરી છે.
આ બાબતે અન્ય ખ્યાલ રાખવા જેવી બાબત એ છે કે જો તમે અગાઉ ના વર્ષમાં 44AD હેઠળ રિટર્ન ભર્યું હશે, અને તમે આ વર્ષે 8% થી ઓછો નફો દર્શાવી રિટર્ન ભરશો તો પછીના 5 વર્ષ માટે 44AD નો લાભ તમારા અસીલ લઈ શકશે નહીં. આવા કિસ્સામાં 44AD હેઠળ 8% આવક સ્વાઈકારી ને રિટર્ન ભરવા નો વિકલ્પ પણ વિચારવો જોઈએ. ચોપડા ઉપર નો નફો ભલે 245000/- છે. પરંતુ ટેક્સ ની જવાબદારી 8% નફો દર્શાવી રિટર્ન રજૂ કરવું જોઈએ.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્ન સાથે તમારું પૂરું નામ, વ્યવસાય તથા ગામ નું નામ અચૂક લખવા વિનંતી. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
Magazine Tax Today is very informative.
Thanks sir for kind words