સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 4 minutes

Expert01st June 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી.

  1. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. આ પેઢી ઘઉં નો લોટ બનાવી વેંચવાનો ધંધો કરે છે. આ ઘઉં નો લોટ ઉપર તેઓ ટ્રેડમાર્ક ધરાવતા નથી. આ વેચાણ સીલ પેકેટ માં કરવામાં આવે છે. આ વસ્તુ કરમુક્ત છે. આ પેઢી 01 જુલાઇ 2017 થી શરૂ થયેલ છે. 07.2017 ના રોજ તેઓ ટ્રાન્સપોર્ટ ભાડા બાબતે RCM ભરવા જવાબદાર હોવાના કારણે જી.એસ.ટી. હેઠળ નોંધણી લેવા જવાબદાર બની જાય છે. તેઓનું ટર્નઓવર 2017-18 તથા 2018-19 માં પણ ઓડિટ ને પાત્ર થઈ જાય છે. પરંતુ તેઓએ જી.એસ.ટી. નંબર 01.05.2020 થી મેળવેલ છે. જી.એસ.ટી. પોર્ટલ ઉપર મે 2020 થીજ રિટર્ન ભરવાનું ઓપ્શન રહેલ છે. તો 15.07.2017 થી 30.04.2020 સુધી ની જવાબદારી કેવી રીતે ભરવાની થાય? શું મોડા રિટર્ન તથા ઓડિટ ની પેનલ્ટી લાગુ પડે. ઉપરાંત RCM ઉપર વ્યાજ ભરવાની જવાબદારી આવે?                                                                              ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: અમારા મતે 15.07.2017 થી 30.04.2020 થી ભરવા પાત્ર RCM ઉપર જી.એસ.ટી. કાયદા ની કલમ 50(1) હેઠળ 18% વ્યાજ ભરવા પત્ર થશે. નોંધણી દાખલો મોડો લેવા બદલ 10000 ની પેનલ્ટી જી.એસ.ટી. કાયદાની કલમ 122(xi) હેઠળ લાગે. URD સમય માટેની જવાબદારી દર્શાવવા DRC-03 દ્વારા ભરવાનું રહે. જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 40 હેઠળ ફર્સ્ટ રિટર્ન ભરવાની કાયદાકીય જોગવાય છે પરંતુ આ અંગે કોઈ ફોર્મ જાહેર કરવામાં આવ્યું નથી.

 

  1. અમારા એક અસીલ જે કંપોઝીશન હેઠળ છે તેનો 31.03.2020 ના રોજ નોંધણી નંબર રદ કરાવે છે. આ કિસ્સામાં સ્ટોક ઉપર ટેકસ ભરવાની જવાબદારી તેઓની આવે? જો આવે તો આ કેવી રીતે ભરવાનું થાય?                                                     વિજય પ્રજાપતિ

જવાબ: જી.એસ.ટી. કાયદા ની કલમ 29(5) હેઠળ સ્ટોક માં રહેલ માલ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવી શકે. અમારા સેક્શન નું અર્થઘટન અલગ અલગ રીતે કરવામાં આવી રહ્યું છે. અમારા મતે ક્રેડિટ જો ટેક્સપેયર દ્વારા સ્ટોકમાં રહેલ માલ ઉપર ક્રેડિટ લીધેલ હોય તોજ લીધેલ ક્રેડિટ કે આઉટપુટ બે માંથી જે વધુ હોય તેટલી રકમ ભરવાની રહે.

કંપોઝીશન ના કિસ્સામાં કોઈ ક્રેડિટ લીધેલ ના હોય સ્ટોક ઉપર કોઈ ટેક્સ ભરવાનો થાય નહીં. પરંતુ આ અર્થઘટન બાબતે લડત કરવાના સંજોગો પણ ઉપસ્થિતિ થઈ શકે છે. સામાન્ય રીતે કંપોઝીશન માં સ્ટોક ની રકમ મર્યાદિત હોય, તેના ઉપર કંપોઝીશન ના દરે જે વેરો ભરવાનો થાય તે નાનો હોય તો તે ભરી માનસિક શાંતિ મેળવવાનો વિકલ્પ વધુ સારો ગણાય. સામાન્ય રીતે નોંધણી દાખલો રદ કરવાની અરજી REG-16 માં જ આ સ્ટોક દર્શાવી ટેક્સ ભરી દેવો જોઈએ. જો ના ભરેલ હોય તો DRC-03 વડે આ ટેક્સ ભરી શકાય છે.

 

  1. મારો પ્રશ્ન છે કે મારા અસીલ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડીંગ પણ કરેછે . તે ડ્રેસ બનાવે છે અને જોબવર્ક પણ કરે છે. 

(૧) Circular No.56/30/2018-GST મુજબ  ૩૦/૦૭ સુધી ની ITC જતી કરવાની છે જો આ ITC  જતી ના કરીએ તો ભવિષ્યમાં વ્યાજ ભરવાનું થાય કે નહિ?

(૨)  Circular No.56/30/2018-GST મુજબ ૩૦/૦૭ સુધી ની ITC જતી કરવાની છે પણ મારા અસીલે  મેન્યુફેક્ચરિંગ ૦૧/૦૪/૨૦૧૮ થી ચાલુ કરેલ છે તો રીફંડ ની અરજી કરવામાં આવે તો શું ૦૧/૦૭/૨૦૧૭ થી ૩૦/૦૭/૨૦૧૮ ની બધી  ITC જતી કરવી પડે કે પછી ૦૧/૦૪/૨૦૧૮ થી  ITC જતી કરવી પડે ?

(૩)  જે  ITC જતી કરવાની છે તે માત્ર કાપડ ની કરવાની થશે કે કેમિકલ ,કલર ની ITC પણ જતી કરવાની થશે?

                                                                                                                                                                 તૃપ્તિ ઢેઢી, એડવોકેટ  (જેતપુર)

જવાબ: તમારા અસિલે સર્ક્યુલર 56/30/2018 મુજબ, 31.07.2018 ની ઇનવરટેડ ક્રેડિટ જેટલી જમા હોય તેટલી રિવર્સ કરવાની થાય.ઈન્પુટ સર્વિસ કે કેપિટલ ગુડ્સ ની ક્રેડિટ રિવર્સ કરવાની જરૂર નથી. જો અત્યાર સુધી રિવર્સ કરવા પાત્ર ક્રેડિટ રિવર્સ કરેલ ના હોય તો DRC 03 વડે વ્યાજ સાથે રિવર્સ કરવી પડે. આ ક્રેડિટ ઓગસ્ટ 2018 ના 3B માં રિવર્સ કરવા પાત્ર હોય, ત્યારથી વ્યાજ ની જવાબદારી આવે. ટ્રેડિંગ ના કિસ્સામાં   ઇનવરટેડ નો કોઈ પ્રશ્ન ના હોય, જ્યારથી ઉત્પાદન શરૂ કર્યું ત્યારથી જમા થયેલ ક્રેડિટ રિવર્સ કરવાની રહેશે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો. 
  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રશ્ન પૂછવા સાથે પ્રશ્ન કરનારનું પૂરું નામ, ગામ અને વ્યવસાય લખવો જરૂરી છે. 

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!