સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

Spread the love
Reading Time: 5 minutes
Experts
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના 20th April 2020 Edition

08th June 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી.

  1. અમારા અસીલ મર્ચન્ટ એક્સપોર્ટર ને 0.10 લેખે વેચાણ કરે છે. તેઓની ખરીદી 18% લેખે છે. તો આવા કિસ્સામાં તેઓને રિફંડ ઇનવરટેડ રેઇટ તરીકે મળે કે કોઈ અન્ય રીતે?                                                            વિરેશ ખરાડી, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, મર્ચન્ટ એક્સપોર્ટરને રાહત દરે કરેલ વેચાણ બાબતે રિફંડ ઇનવરટેડ રેઇટ સ્ટ્રક્ચર તરીકે મળે.

 

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તરીકે નોંધાયેલ છે. તેઓ આ ઉપરાંત કોમ્પ્યુટર જોબવર્ક નું કામ પણ કરે છે. મારો પ્રશ્ન એ છે કે આ કિસ્સામાં મારા અસિલે કોમ્પ્યુટર જોબ વર્ક ની આવક પણ જી.એસ.ટી. માં દર્શાવવી પડે કે માત્ર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કે જેના માટે તેણે નોંધણી લીધેલ છે તેજ બતાવવું પડે?               વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: હા, તેઓએ કોમ્પ્યુટર જોબવર્ક ઉપર પણ જી.એસ.ટી. ભરવો પડે. આ જોબ વર્ક પણ એગ્રીગેટ ટર્નઓવર નો ભાગ ગણાય.

 

  1. અમારા અસીલ બિલ્ડર છે. તેઓ એ બિલ્ડીંગ નું બાંધકામ પુર્ણ કર્યા સુધી કોઈ એડવાન્સ રકમ લીધી નથી. અમારા અસિલે કંપલીશન સર્ટિફિકેટ માટે અરજી કરેલ છે. કમ્પ્લિશન સર્ટિફિકેટ હજુ આવેલ નથી પણ અમારા અસીલ દસ્તાવેજ કરી આપવા માંગે છે કંપલીશન સર્ટિફિકેટ આવ્યા પેલા,  તો જી.એસ.ટી. લાગુ પડે?           મેહુલ પરમાર, એડવોકેટ, રાજકોટ

જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપલીશન સર્ટીફીકેટ ખૂબ મહત્વનુ છે. જ્યાં સુધી કંપલીશન સર્ટિના ના મળેલ હોય જી.એસ.ટી. કાયદા હેઠળ એ તૈયાર મકાન ના ગણાય. અમે એ વ્યાવહારિક મુશ્કેલી સમજીએ છીએ કે ઘણા ગામ માં આ કંપલીશન સર્ટિ સમયસર આપવામાં આવતું નથી. અમુક ગામ માં તો આ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી એવા પણ દાખલા છે. પણ અમારા મતે જ્યાં સુધી કંપલીશન સર્ટિફિકેટ ના આપવામાં આવે ત્યાં સુધી થયેલ વેચાણ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે. ચાર્ટર્ડ એંજિનિયર દ્વારા આપવામાં આવતા બિલ્ડીંગ યુસ્ડ સર્ટિફીકેટ ના આધારે આ વેચાણ ને જી.એસ.ટી. બહાર ગણવામાં આવે તો ભવિષ્ય માં લડત ની તૈયારી રાખવી પડે.

  1. અમારા અસીલ માલિકી ધોરણે ધંધો બરફ ઉત્પાદન નો ધંધો ચલાવતા હતા. તેઓ રેગ્યુલર સ્કીમ માં હતા. હવે તમને તેમનો ધંધો ભાડા ઉપર આપવો છે. આ અંગે નીચે મુજબ ના પ્રશ્નો છે.

2018 19 માટે બરફ ની હેરફેર કરવાં માટે જે ટ્રક ખરીદી કરેલ અને તેના વીમા ની રકમ બંને ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓએ લીધેલ છે. હવે જ્યારે આ પ્લાન્ટ ભાડા ઉપર આપવામાં આવે અને ભાડે રાખનાર કંપોઝીશન માં હોય તો શું ક્રેડિટ રિવર્સલ કરવાની થાય?

આવી રીતે મે 2017 18 અને 18 19 માં મશીનરી ની ખરીદી કરી હતી. આ અંગે પણ ક્રેડિટ લીધેલ હતી. શું આ ક્રેડિટ રિવર્સ કરવાની રહે?

અમારી ભાડાની આવક ઉપર ક્યાં દરે વેરો લાગે?

જો આઈસ ફેક્ટરી ઉપરાંત ટ્રક ભાડે આપી દેવામાં આવે તો ભાડા ઉપર ક્યાં દરે વેરો લાગે?

જો આઈસ ફેક્ટરી ભાડે આપું અને ટ્રક છૂટક ભાડે ચાલવું તો ક્યાં દરે વેરો લાગે?

                                                                                                                                         નિલેષ લાખાણી, એડવોકેટ, કોડીનાર

જવાબ: તમારા પ્રશ્નો ના જવાબ અમારા મતે નીચે મુજબ છે.

  1. 2018 19 માં ટ્રક ની ખરીદી કરેલ હતી અને ટ્રક અને વિમાની રકમ ની જે ક્રેડિટ લીધેલ હતી એ જ્યારે પ્લાન્ટ ભાડે આપવામાં આવે તો પ્લાન્ટ ભાડે રાખવાની ની સેવા પણ ટેકસેબલ સેવા હોય આ ક્રેડિટ રિવર્સ કરવાની થાય નહીં.
  2. આવીજ રીતે મશીનરી ની ક્રેડિટ જે લીધેલ છે તે રિવર્સ કરવાની થાય નહીં.
  3. કમર્શિયલ ભાડાની આવક ઉપર 18% લેખે જી.એસ.ટી. લાગે.ટ્રક જો છૂટક ભાડે ચલાવવા માં આવે તો તમારે જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિફિકેશન 12/2017, તા: 28.06.2020 ની એન્ટ્રી 18 મુજબ NIL રેઇટ લાગુ પડે. આ સંજોગોમાં ખરીદેલ ટ્રક ની ક્રેડિટ જી.એસ.ટી. નિયમોના નિયમ 43 મુજબ રિવર્સ કરવાની રહે.

 

5. અમારા અસીલ ભાગીદારી પેઢી છે. તેઓ મકાન ના ડેવલોપમેંટ નું કામ કરે છે. તેઓ જમીન ખરીદતા નથી પરંતુ જમીન માલિક સાથે એ પ્રકારે સમજૂતી કરે છે કે જમીન ના પ્લોટ નો દસ્તાવેજ જમીન માલિક ખરીદનાર ને કરી આપે. અમારા અસીલ માત્ર ડેવલોપમેન્ટ કરી આપે છે. બેન્ક લોન ના કિસ્સામાં જમીન સહિતની કિમત મારા અસીલ ના ખાતામાં આવે છે. આ પૈકી જમીન ની કિમત અમારા અસીલ જમીન માલિક ને આપી દે છે. અમારા અસીલ ના પ્રોજેકટ ના તમામ રહેણાકી મકાન “એફોરડેબલ હાઉસિંગ ક્રાઇટેરીયા” માં પડે છે. હવે પ્રશ્ન એ છે કે શું આ સેવા પૂરી પાડતા અમારા અસીલ ને એફોરડેબલ હાઉસિંગ હોવાથી 1% ના વિશેષ દર નો લાભ મળે?                                                                                                                                CA વિમલ પરિખ

જવાબ: અમારા મતે, આ જોઇન્ટ ડેવલોમ્પમેંટ એગ્રીમેન્ટ પ્રકાર ની પ્રવૃતિ ગણાય. આ કિસ્સામાં એફોરડેબલ હાઉસિંગ હોવાથી 1% ના દર નો લાભ મળે તેવો અમારો મત છે. 

  1. અમારા અસીલ ને પાણી ઠંડુ કરવાનો “ચિલિંગ પ્લાન્ટ” શરૂ કરવાનો છે. જેમાં 15 લાખ ની મશીનરી ખરીદી થશે. ઇલેક્ટ્રીક બિલ દર માસ 4 લાખ આસપાસ આવશે. આ પ્લાન્ટ માં કોઈ કેમિકલ નાખી પ્રોસેસ નથી કરવાનું માત્ર પાણી ઠંડુ કરવાનું છે. આ પાણી ઠંડુ કરી અખાધ્ય બરફ બનાવવા આઈસ ફેક્ટરી ને મોકલવાનો છે. આ ઠંડા પાણી ઉપર કેટલા % લેખે જી.એસ.ટી. લાગે? અમારે જી.એસ.ટી. નંબર લેવો પડે કે કેમ?                                   વિજય લાખાણી, એડવોકેટ, કોડીનાર

જવાબ: અમારા મતે તમારા અસીલ દ્વારા કરવામાં આવતી અખાદ્ય બરફ માટેના પાણી ને “ચિલિંગ” કરવાનીની પ્રવૃતિ પછી પણ પાણી તેનો ગુણધર્મ બદલતી ના હોય તે HSN 2201 હેઠળ કરમુક્ત ગણાય. માત્ર અખાદ્ય “વોટર ચિલિંગ” ની પ્રવૃતિઓ કરવામાં આવતી હોય તો જી.એસ.ટી. હેઠળ નંબર એલઇવીઓ ફરજિયાત રહે નહીં તેવો અમારો મત છે.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!