સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)27th july

Spread the love
Reading Time: 4 minutes

Experts        

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

27th July 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

તારીખ: –27th July 2020

જી.એસ.ટી.

                                   

  1. અમારા આસીલ પેટ્રોલ પમ્પ ના પ્રોપરાઇટર છે. મારો એ પ્રશ્ન હતો કે પેટ્રોલ ડીઝલ કે જે નોન જીએસટી ગૂડ્સ છે પણ એગ્રીગેટ ટર્નઓવર 8 કરોડ હોવાને કારણે GST ઓડિટ કરવુ પડે? અને ઇંડાયરેક્ટ ઇન્કમમાં ક્લિનિક ચલાવવાની આવક અને તેમની એક હાઉસ પ્રોપર્ટી કોઈ કંપની ને રેન્ટ પર આપેલ છે તે પણ છે. પરંતુ તે પાર્ટી પાસેથી તેઓ GST અલગથી કલેક્ટ કરતાં નથી તો શું તેમણે રેન્ટ અને ક્લિનિક ઇનકમ ઉપર જીએસટી ભરવો કરવો પડે ? જી.એસ.ટી. રિટર્નમાં તેમણે અન્ય ઇનકમ પર GST ભરેલ કરેલ નથી તો હવે એમને સુ કરવું પડે?                                                                                                                                                                                                                                                               સંદીપ પટેલ

જવાબ: હા, તમારા અસીલ નું એગ્રીગેટ ટર્નઓવર 2 કરોડથી વધુ હોય જી.એસ.ટી. ઓડિટ કરવું ફરજિયાત છે. તેમણે પૂરી પાડેલ ક્લિનિક ની સેવા, જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 74 મુજબ કરમુકત ગણાય. જો આપના અસીલ રહેણાંકી મિલ્કત રહેઠાણના ઉપયોગ માટે ભાડે આપે તો આજ નોટિફિકેશન ની એન્ટ્રી 12 મુજબ કરમુક્તિનો લાભ મળે. આમ, રહેણાકી ઘર તથા ક્લિનિક પ્રેક્ટિસ ઉપર જી.એસ.ટી. ના લાગે તેવો અમારો મત છે.

 

  1. અમો કંપોઝીશન હેઠળ ના વેપારી છીએ. GSTR 4 ભરવા સમયે શું અમારે ખરીદી અંગેની વિગતો ફરજિયાત આપવાની રહે?                                                                                                                                                                                                                                        એક વેપારી, ઉના

જવાબ:- હા, કંપોઝીશનનું રિટર્ન ભરવા માટે ખરીદીની વિગત આપવી ફરજિયાત છે.

 

 ઇન્કમ ટેક્સ

  1. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 44 ADમાં રિટર્ન ફાઇલ કરવા માટે ગ્રોસ રિસીપ્ત તરીકે કઈ રકમ લેવી જોઈએ? ટેક્સેબલ વેલ્યૂ કે પછી જી.એસ.ટી. સાથેની રકમ?                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    સંદીપ પટેલ

જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રિટર્ન ફાઇલ કરવા માટે ટેકસેબલ વેલ્યૂ લેવાની રહે નહીં કે જી.એસ.ટી. સાથે ની રકમ.

 

        :ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ટેક્સ ટુડે ની આ કૉલમ હવે વાંચકો ગુજરાતનાં જાણીતા ટેક્સ મેગેઝીન “કરવેરા સલાહકાર” માં પણ વાચી શકે છે. કરવેરા અંગે વિવિધ લેખો પ્રસિદ્ધ કરાતું આ અખબારનું લવાજમ આપ નીચેની વિગતો નો ઉપયોગ કરી ભરી શકો છો.

                          

 

error: Content is protected !!