B K Traders Vs State of Gujarat: વેચનારનો નોંધણી દાખલો રદ્દ થયાના કારણે ITC ડિસએલાવ કરવા પહેલા સાંભળવાની તક આપવી છે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

સલગ્ન કાયદો: ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ, 2003

ગુજરાત હાઇ કોર્ટ કેસ નંબર: C/SCA/7944/2020

કરદાતા તરફે વકીલ: સિનિયર એડવોકેટ મનીષ ભટ્ટ, એડવોકેટ અપૂર્વ મહેતા તથા એડવોકેટ વિજય પટેલ

સરકાર તરફે: તૃપેશ કથીરિયા

જજ: માનનીય જસ્ટિસ સોનિયાબેન ગોકાણી તથા જસ્ટિસ એન. વી. અંજારિયા

કેસ ની હકીકત: 

કરદાતાએ ખાદ્ય તેલ નો વેપાર કરતાં હતા.

તેઓએ જે વેચનાર પાસેથી ખરીદી કરી હતી તેમનો વેટ હેઠળ નો નોંધણી દાખલો વેટ ખાતા દ્વારા એક તરફી રદ્દ કરવામાં આવ્યો હતો.

કરદાતાએ કરેલ ખરીદીઓ બાબતે ચુકવણી બેન્ક દ્વારા કરવામાં આવેલ હતી.

કરદાતાની ફેર આકારણી હાથ ધરવામાં આવી હતી.

આ ફેર આકારણી દરમ્યાન કરદાતાએ પોતાના જે વેચનાર નો નોંધણી દાખલો રદ થયેલ છે તે આદેશ પોતાને આપવા અધિકારીને જણાવ્યુ હતું.

આ આદેશ કરદાતાને આપવામાં આવ્યો નહતો

કરદાતા તરફે રજૂઆત 

કરદાતાની ખરીદીઓ જેન્યુઇન છે. તમામ ચુકવણી બેન્કના મધ્યમથી કરવામાં આવી છે.

કરદાતાને પોતાના જે વેચનારનો નોંધણી દાખલો રદ્દ થયો છે તેના આદેશની નકલ ના આપવામાં આવી જે કુદરતી ન્યાય ના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાય.

કરદાતાને પોતાની વિરુદ્ધ વાપરવામાં આવેલ પુરાવાઓની “ઊલટ તપાસ” (ક્રોસ એકસમીન) કરવાની તક આપવામાં આવેલ નથી.

કરદાતા પાસે અપીલ ઓથોરીટી સમક્ષ અપીલ કરવાનો ન્યાયિક વિકલ્પ ઉપલબ્ધ છે છતાં “રિટ પીટિશન” કરવામાં આવી છે કારણકે વેટ કાયદા હેઠળ અપીલ અધિકારી પાસે આકારણી આદેશ પસાર કરવાની પૂર્ણ સત્તાઓ નથી.

કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ભંગ ના કિસ્સાઓમાં અન્ય કાયદાકીય વિકલ્પ હોવા છતાં “રિટ જ્યુરિસડીકશન” ઉપલબ્ધ રહેતું હોય છે.

 

સરકાર તરફે રજૂઆત: 

આકારણી અધિકારી દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ ન્યાયઉચિત છે.

કરદાતા પાસે વેટ કાયદા હેઠળ અપીલ કરવાના વિકલ્પો હોય, આ “રિટ પિટિશન” ખારીજ કરવી જોઈએ.

 

માનનીય હાઇકોર્ટનો આદેશ:

કરદાતાની વિરુદ્ધ જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં તેમને સાંભળવાની તક આપવી જરૂરી છે જે આપવામાં આવી નથી.

કરદાતા દ્વારા માંગવામાં આવેલ વેચનારના નોંધણી દાખલો રદ્દ નો આદેશ તેમને બજાવવામાં આવે

કરદાતાને ઊલટ તપાસ કરવાની તક આપવામાં આવે.

આ આદેશ બજયાથી આકારણી અધિકારી દ્વારા 6 માસની અંદર ફેર આકારણી આદેશ પસાર કરવામાં આવે.

કરદાતા ફેર આકારણી માટે ની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે તેવી રજૂઆત કરી શકશે નહીં.

 

આ ચુકાદામાં ચર્ચાયેલ મહત્વના ચૂકડાઓ:

વિનોદ અરવિંદ VS ઇન્કમ ટેક્સ ઓફિસર (2011) GLH 2255

શ્રી ભૈરવ મેટલ કોર્પોરેશન vs સ્ટેટ ઓફ ગુજરાત સિવિલ એપ્લીકેશન 2149/2015, તા. 26.03.2015

 

ઉપરોક્ત વિગતો એ ચુકાદા ઉપરથી લેખક ભવ્ય પોપટ, દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તેમના અર્થઘટનને આધીન છે. આ સંપૂર્ણ ચુકાદો નીચે આપેલ છે)

ચુકાદાની નકલ: B K Traders _ judgment

error: Content is protected !!