સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 31st August 2020 Edition

Spread the love
Reading Time: 4 minutes

Experts31st August 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી. 

1. અમારા અસીલ માલિકી ધોરણે જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેઓ પોતાની 10 વર્ષ પૂર્વે ખરીદેલ જમીન ઉપર દુકાનો બનાવે છે. આ દુકાનોનું બાંધકામ શરૂ છે. હજુ સુધી કોઈ પણ એડ્વાન્સ લેવામાં આવેલ નથી. આ અંગે જી.એસ.ટી. ની જવાબદારી અંગે માર્ગદર્શન આપવા વિનંતી.                                                                                                                                                                                                 શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર

જવાબ: તમારા અસીલ માલિકી ધોરણે જી.એસ.ટી. નંબર ધરાવતા હોય તેઓએ કરેલ દુકાન વેચાણ GST રિટર્નમાં દર્શાવવું રહે. જો એડવાન્સ લેવામાં ના આવે તો આ વેચાણ નોન જી.એસ.ટી. સેલ્સના ગણાય. સંપૂર્ણ ટેક્સ પ્લાનિંગ અંગેનો પ્રશ્ન હોય વધુ વિગતો આપવામાં આવે તો વ્યાવસાયિક સલાહ આપી શકાય.

2. અમે ખેતી વિષયક માલનું એક્સપોર્ટનું કામકાજ કરીએ છીએ. આ એક્સપોર્ટ માટે અમારે ક્યારેક વિદેશી વ્યક્તિઓને કમિશન ચૂકવવું પડતું હોય છે. શું આ કમિશન ઉપર જી.એસ.ટી.ની જવાબદારી આવે?                                                                                                      આનંદ રામાણી, એક્સપોર્ટર

જવાબ: ના, આ કિસ્સામાં જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં. આ સેવા ઇન્ટરમીડીયેટ સર્વિસ ગણાય, જેમાં આઈ. જી.એસ.ટી. કાયદાની કલમ 13(8)(b) મુજબ પ્લેસ ઓફ સપ્લાય એ લોકેશન ઓફ સપ્લાયર ગણાય. આ કિસ્સામાં પ્લેસ ઓફ સપ્લાય અને લોકેશન ઓફ સપ્લાયર બંન્ને નોન ટેક્સેબીલ ટેરેટરીમાં હોય જી.એસ.ટી. ની કોઈ જવાબદારી ના આવે તાવો અમારો મત છે.

3. અમારા અસીલ સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેઓ મકાન બનાવવાનું કામ માલ તથા મજૂરી સાથે રાખે છે. આ કોન્ટ્રાક્ટ માટે ખરીદેલ સિમેન્ટ, રેતી, કલર, લોખંડ વગેરેની ક્રેડિટ તેમને મળી શકે? આ પ્રકારના કોન્ટ્રાક્ટમાં કેટલા દરે જી.એસ.ટી. લાગે?                         હિત લિંબાણી, કચ્છ

જવાબ: મકાન બનાવવાના કામ માલ કે મજૂરી સાથે કામ રાખવામા આવે ત્યારે સિમેન્ટ, રેતી, કલર, લોખંડ ની ક્રેડિટ મળે. આ પ્રકારના કોન્ટ્રાક્ટ ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગે તેવો અમારો મત છે. જો એફોરડેબલ હાઉસિંગ માટેના કોન્ટ્રાક્ટ હોય તો 12% ના રાહતકારક દર નો લાભ મળે તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

1. અમે ખેતી વિષયક માલનું એક્સપોર્ટનું કામકાજ કરીએ છીએ. આ એક્સપોર્ટ માટે અમારે ક્યારેક વિદેશી વ્યક્તિઓને કમિશન ચૂકવવું પડતું હોય છે. શું આ કમિશન ખર્ચ ઇન્કમ ટેક્સ હેઠળ બાદ મળી શકે?                                                                                                      આનંદ રામાણી, એક્સપોર્ટર
જવાબ: હા, વિદેશી વ્યક્તિને ચૂકવવામાં આવેલ કમિશન ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ધંધાકીય ખર્ચ તરીકે બાદ મળે.

2. અમારા અસિલે 2005 માં રહેણાકનો પ્લોટ ખરીદી કરેલ હતો. આ પ્લોટ ચોપડે લેવાનું રહી ગયું હતું. આ પ્લોટ શું હવે ચોપડે લઈ શકાય? લઈ શકાય તો કઈ કિમતે ચોપડે નોંધવું જોઈએ?                                                                                                                                                 નરેશ હીરાલાલ ઠક્કર

જવાબ: 2005 માં ખરીદેલ પ્લોટ હવે મૂડી ખાતે જમા કરી ચોપડે નોંધી શકાય છે. ચોપડે પડતર કિમતે નોંધવી જરૂરી છે.

:ખાસ નોંધ:

1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

2. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108