GSTR 2A થી થતાં હતા પરેશાન… હવે આવ્યું છે GSTR 2B.. શું છે આ નવું ફોર્મ GSTR 2B???

Spread the love
Reading Time: 3 minutes

તા. 31.08.2020: જી.એસ.ટી. પોર્ટલ ઉપર GSTR 2B નામનું નવું ફોર્મ 29 ઓગસ્ટથી આવી ગયું છે. આ સાથેજ શું છે આ ફોર્મ, કેવી રીતે કરશે આ ફોર્મ કામ આ પ્રકારના પ્રશ્નો સોશીયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા હતા. ટેક્સ ટુડે દ્વારા આ પ્રશ્નો બાબતે ચર્ચા કરી આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.

1. શું છે આ GSTR 2B?

જવાબ: જી.એસ.ટી.આર. 2B એ GSTR 1, GSTR 5 કે જે નોન રેસિડંટ ટેક્સ પેયર દ્વારા ભરવામાં આવે છે તથા GSTR 6 કે જે ઈન્પુટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા ભરવામાં આવે છે તેના ઉપરથી ઓટો પોપ્યુલેટ થતું ફોર્મ છે.

2. શું GSTR 2 B તમામ કરદાતાઓ માટે જરૂરી રહેશે?

જવાબ: એડવાઈસરિ પ્રમાણે આ ફોર્મ તમામ કરદાતાઓ માટે રહેશે પણ પ્રેક્ટિકલી કંપોઝીશન સિવાયના કરદાતા માટે આ ફોર્મ રહેશે.

3. શું છે ફેર આ GSTR 2A અને GSTR 2B માં?

જવાબ: GSTR 2A અને 2B વચ્ચે મુખ્ય તફાવત એ છે કે GSTR 2A એ ડાયનેમિક ફોર્મ છે. જ્યારે GSTR 2B એ સ્ટેટિક ફોર્મ છે. કોઈ પણ મહિનાનું GSTR 2A, વેચનારની માહિતી અપલોડ થતાં સતત બદલાઇ શકે છે જ્યારે કોઈ પણ મહિનાનું GSTR 2B જે તે મહિના પછીની 12 તારીખે કરદાતાને મળે તે પછી ક્યારેય બદલાતું નથી.

4. કેવી રીતે કરશે આ GSTR 2B કામ? શા માટે મહિના પછીની 12 તારીખે જનરેટ થાય છે આ ફોર્મ?

જવાબ: આ ફોર્મ જે તે મહિના પછીના મહિનાની 12 તારીખે પોર્ટલ ઉપર કરદાતા માટે મળી શકશે. વેચનાર, નોન રેસિડંટ ટેક્સ પેયર તથા ઈન્પુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા ભરવામાં આવેલ ફોર્મ્સ ઉપરથી ઓટો પોપ્યુલેટ થશે. જે તે મહિનાની શરૂઆત થી પછીના મહિનાના 11 તારીખે રાત્રિના 11.59 કલાક સુધી ભરવામાં આવેલ આ ફોર્મ્સ ઉપરથી GSTR 2B તૈયાર થશે. જે માહિનામાં વેચનાર દ્વારા ખરીદનારની વિગતો દર્શાવેલ હશે તે મહિનાના GSTR 2Bમાં આ ખરીદી દેખાશે.

ઉદાહરણ તરીકે આ ફોર્મ ભલે જુલાઇ 2020 ના મહિનાથી લાગુ કર્યું પણ કોઈ વેચનારે GSTR 1 માં મે માહિનામાં કરેલ વેચાણ જુલાઇ માં દર્શાવેલ હશે તો ખરીદનારને જુલાઇ 2020ના GSTR 2B માં દર્શાવશે.

માસિક જી.એસ.ટી.આર. 1 ભરવાની છેલ્લી તારીખ જે તે મહિના પછીની 11 તારીખ હોય આ ફોર્મ 12 તારીખે જનરેટ થાય છે.

 

5. શું RCM ની વિગતો પણ મળી શકશે GSTR 2B ઉપરથી?

જબાવ: ના કરદાતાએ પોતે ભરવાના RCMની વિગતો આ ફોર્મમાં આવશે નહીં, તેની ક્રેડિટ તો મેન્યુલીજ 3Bમાં નાંખવાની રહેશે. પરંતુ GSTR 1 માં જે RCM ની વિગતો વેચનાર દ્વારા દર્શાવવામાં આવેલ હોય તે આ ફોર્મમાં ઓટો પોપ્યુલેટ થશે.

 

6. શું આ GSTR 2B ની ક્રેડિટ ઓટોમેટિકલી GSTR 3B માં લઈ લેવામાં આવશે?  

જવાબ: ના, હાલ GSTR 3B માં GSTR 2B ની ક્રેડિટ ઓટોમેટિક લઈ લેવામાં આવતી નથી.

 

7. શું આ GSTR 2B માં ITC Available માં દર્શાવેલ તમામ ખરીદીની ક્રેડિટ લઈ શકાય ને?

જવાબ: ના, GSTR 2B માં દર્શાવવામાં આવેલ તમામ ક્રેડિટ લઈ શકાય એવું નથી. આ ક્રેડિટ ઉપરથી જી.એસ.ટી. કાયદા તથા નિયમો ને ધ્યાને રાખી જે ક્રેડિટ મળવાપાત્ર હોય તેજ ક્રેડિટ લઈ શકાય છે.

 

8. શું આ GSTR 2Bમાં ITC Not Available માં દર્શાવેલ ખરીદીની ક્રેડિટ લઈ ના શકાય?

જવાબ: હા, GSTR 2B માં દર્શાવેલ ITC Not Available માં દર્શાવેલ ક્રેડિટ મળી શકશે નહીં. આ ક્રેડિટમાં મુખ્યત્વે જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ જે ક્રેડિટ લેવાની સમય મર્યાદા પુર્ણ થઈ ગઇ હોય તેવા ઇંવોઇસ તથા ડેબિટ નોટ તથા જે ઇંવોઇસમાં ખરીદનાર તથા વેચનારની પ્લેસ ઓફ સપ્લાય એકજ રાજયમાં હોય અને ખરીદનારનું રાજ્ય જ્યારે અલગ હોય તેવા ઇંવોઇસ કે ડેબિટ નોટનો સમાવેશ થશે.

 

9. શું GSTR 2B ફોર્મ TDS-TCS ક્રેડિટના ફોર્મ ની જેમ દર મહિને ફાઇલ કરવાનું રહે કે GSTR 2B ની જેમ માંત્ર જોવાનું રહે?

જવાબ: GSTR 2B ફોર્મ એ માત્ર જોવા માટે છે. હાલ આ ફોર્મ ફાઇલ કરવાનું રહેતું નથી.

 

ઉપરોક્ત જવાબો ટેક્સ ટુડે એક્સપર્ટસની ઓનલાઈન મિટિંગ ઉપરથી તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગે આપના પ્રશ્નો આપ taxtodayuna@gmail.com ઉપર મોકલી શકો છો.

આ અંગે ટેક્સ ટુડે ગ્રૂપનો એક વિડીયો આપ નીચની લિન્ક ઉપરથી જોઈ શકો છો::

error: Content is protected !!