સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)28st September 2020

Spread the love
Reading Time: 4 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

28st September 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

Experts

જી.એસ.ટી

  1. અમારા ક્લાઈન્ટ કોમર્શિયલ complex અમદાવાદ માં બનવા માંગે છે કોઈજ એપાર્ટમેંટ રેસિડેંટ બનવા માંગતી નથી જેથી અમારા કસે માં 1-4-2019 થી REAL ESTATE ના tax rate માં જે ફેરફાર આવે તે લાગુ પડે ?તેમજ ખરીદી તથા મેળવેલ સર્વિસ ની ITC મેળવી supply ઉપર 12% આઉટપુટ ભરવો પડે આ યોગ્ય છે? બધી જ complex નું બુકિંગ બાંધકામ કરીયે તેના પેલા જ થઈ જાય છે યોગ્ય જવાબ આપવા વિનતિ                             નીલમ પરમાર

જવાબ:- હા, જે પ્રોજેકટમાં રહેણાંકી એકમ નો સમાવેશ ના થતો હોય તેના માટે 01.04.2019 થી  લાગુ પડેલ નવા દરો લાગુ પડે નહીં. આવા કિસ્સામાં જી.એસ.ટી. નો દર 18% રહે છે અને જમીનની કિમત 1/3 લેખે બાદ મળે છે. આ કારણે “ઇફેક્ક્ટિવ રેઇટ” 12% બેસે છે. આ પ્રોજેકટમાં ઈન્પુટ ક્રેડિટ બાદ મળી શકે.

  2.   અમારા અશીલ ગુજરાત ના વેપારી પાસેથી માલ લઇને મહારાષ્ટ્ર કે જ્યાં અમારા ઓફીસ છે ત્યાં મોકલી આપે છે અને અમારા ઓફીસના માણસો જે તે જગ્યા એ પાર્સલની ડિલીવરી આપી આવે છે તો અમારે GST ભરવાનો થાય કે અને થાય તો કેટલા દરે GST ભરવો પડે ?                                        હેમાંગી શેઠ

જવાબ: જે પ્રમાણમા અમે પ્રશ્ન સમજી શક્યા છે તે મુજબ તમારા અસીલનો વ્યવહાર એક પ્રકારનો કુરિયરનો વ્યવહાર ગણાય. આ વ્યવહાર ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલને ગાયો ભેંસો નો તબેલો છે અને તે દૂધ તથા ભેંસોના વછેરાનું ઉચી કીમતે વેચાણ કરે છે તો તેને GST ભરવાનો થાય ક કેમ અને થાય તો કેટલા ટકા ભરવો પડે ?                                                                                                                                                                            હિત લિંબાણી

જવાબ: અમારા મતે ગાય તથા ભેંસ એ “લાઈવ સ્ટોક” ગણાય અને જી.એસ.ટી. કાયદા હેઠળ NIL રેટેડ માલ કહેવાય. આથી આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. ભરવાની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

 

  1. મારા અસીલ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ માટેની ફેક્ટરી ભાડે આપે છે તો આ ભાડા ઉપર કેટલા ટકા જીએસટી લાગે?                                       પિયુષ લિંબાણી

જવાબ: ફેક્ટરી ભાડે આપવાની પ્રવૃતિ ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ ને ગાયો ભેંસો નો તબેલો છે અને ટે દૂધ તથા ભેંસો ના વછેરા નું ઉચી કીમતે વેચાણ કરે છે તો તેને ઇન્કમટેક્ષ ભરવાનો થાય ક કેમ? અને ઇન્કમટેક્ષ ક્યાં હેડ માં બતાવાનું રહે ?                                                                                                                                                    હિત લિંબાણી

જવાબ: ગાય તથા ભેંસ જેવા “લાઈવ સ્ટોક” નું વેચાણ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ “કેપિટલ એસેટ” ગણાય અને આ આવક ઉપર કેપિટલ ગેંઇન લાગુ પડે તેવો મત છે. જો આ પ્રવૃતિ નિયમિત રીતે ધંધાના ભાગ રૂપે થતી હોય તો ધંધાકીય આવક ગણાય તેવો અમારો મત છે.

  1. મારા અસીલ ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરે અને તેમની પાસે એક ટ્રંક છે તો 44AE માં રિટર્ન ફાઇલ કરવા સમયે Heavy goods vehicle કે other goods vehicle  એ કેવી રીતે નક્કી કરવું જોઈએ?                                                                                                                                         પિયુષ લીંબણી

જવાબ:- અમારા મતે હેવી ગુડ્સ કે અધર ગુડ્સ વિહીકલ એ જે તે વાહનની RC બુક ઉપરથી નક્કી કરી શકાય. આ નક્કી કરવા વિહીકલનું ગ્રોસ વેઇટ લેવાનું રહે છે. ૧૨૦૦૦ કિલોગ્રામ ઉપરના ગ્રોસ વિહીકલને હેવી ગુડ્સ વિહિકલ ગણવાના રહે અને તે સિવાયના વિહિકલ ને “અધર વિહિકલ ગણવાના રહે તેવો અમારો મત છે.

  1. મારા અસીલે પ્લોટ વેચાણ નું પેમેન્ટ કેસમાં લીધેલ છે અને દસ્તાવેજમાં ઉલ્લેખ કરેલ કરેલ છે તો પ્રોબ્લેમ આવી શકે?                                     હિત લીંબાણી

જવાબ:- પ્લોટ એ સ્થાવર મિલ્કત હોય એના સંદર્ભે ઇન્કમ ટેક્સ કાયદાની કલામ ૨૬૯SS લાગુ પડે. ૨૦૦૦૦ કે તેથી વધુ રકમ જો રોકડમાં લેવામાં આવી હોય તો કલમ ૨૭૧D મુજબ જેટલી રકમ લીધી હોય તેટલીજ પેનલ્ટી લાગી શકે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!