ઇન્કમ ટેક્સ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની સ્પષ્ટતા: ટૂંકા ગાળાના મૂડી નફા માટે નહીં આપવી પડે “સ્ક્રીપ્ટ” પ્રમાણે વિગતો

Spread the love
Reading Time: < 1 minute

કરદાતાઓ આ વિગતો આપવા અંગે હતા અસમંજસમાં, ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ ખુલાસાથી થયો છે હાશકારો

તા. 29.09.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ શેરના વ્યવહારો ઉપર સામાન્ય સંજોગોમાં મૂડીનફો લાગે છે. આ મૂડી નફા બાબતે એક મહત્વની સ્પષ્ટતા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલ પ્રેસવિજ્ઞપ્તિમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ટૂંકા ગાળાના મૂડી નફા બાબતે સ્ક્રીપ્ટ પ્રમાણે વિગતો આપવી ફરજિયાત નથી. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્ક્રીપ્ટ પ્રમાણે વિગતો માત્ર લાંબાગાળાના મૂડી નફા બાબતે ફરજિયાત છે જેમાં કરદાતાને “ગ્રાન્ડફાધરિંગ ક્લોઝ” નો લાભ આપવામાં આવે છે. ૩૧.૦૧.૨૦૧૮ સુધીના લાંબાગાળાનો મૂડીનફોને શરતોને આધીન કરમુક્તિનો લાભ મળતો હોય આ પ્રકારના વ્યવહારો માટે “સ્ક્રીપ્ટ” પ્રમાણે વિગતો આપવી ફરજિયાત બનાવવામાં આવેલ છે. આ જાહેરાત થતાં કરદાતાઓ તથા ખાસ કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા કરવ્યવસાયિકો રાહત અનુભવી રહ્યા છે. ભવ્ય પોપટ એડિટર

error: Content is protected !!