સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)02nd November 2020

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

02nd November 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

Expertજી.એસ.ટી

 

  1. જી.એસ.ટી. કાયદા હેઠળ ભરવા પાત્ર GSTR 10 માં NIL પત્રક હોય તો પણ લેઇટ ફી” લાગુ પડે? એક વેપારી, ઉના

જવાબ: હા, GSTR 10 NIL ફાઇલ કરવામાં આવે તો પણ મોડુ ભરવામાં આવે તો લેઇટ ફી લાગુ પડે. હાલ, 31.12.2020 સુધી જો આ GSTR ભરવામાં આવે તો નોટિફિકેશન 68, 21 સપ્ટેમ્બર 2020 મુજબ 500 રૂ નીજ લેઇટ ફી લાગે જે બાબત ધ્યાને લઈ હાલ બાકી GSTR 10 ભરી આપવા જોઈએ.

 

  1. અમારા અસીલ દ્વારા પોતાના ધંધાના માલ ની ડિલિવરી માટે “ટાટા એસ” ની ખરીદી કરવામાં આવેલ છે. શું આ “ટાટા એસ” ની ખરીદીની ક્રેડિટ તેઓને મળે?

જવાબ: હા, માલની ડિલિવરી કરવા વાપરવામાં આવતા “ટાટા એસ” ની ખરીદીની ક્રેડિટ તમારા અસીલ ને મળે. આ ક્રેડિટ કલમ 17 હેઠળ બ્લોક ક્રેડિટમાં ના ગણાય.

  1. લાઇન સેલ્સનું ઇ વે બિલ બનાવવામાં આવ્યું હોય તો સિસ્ટમ અંતર તો એ એક ગામથીજ ગણે છે. જ્યારે અમારે લાઇન સેલ્સમાં ઘણા અલગ અલગ ગામોમાં જવાનું થાય. તો આવા સંજોગોમાં અમારે લાઇન સેલમાં અંતર કેવી રીતે લખવું જોઈએ?                              એક વેપારી, ઉના

જવાબ: લાઇન સેલ્સમાં ઇ વે બિલ બનાવવામાં ઘણી દ્વિધાઓ રહેલી છે. અમારા મતે લાઇન સેલ્સના ઇ વે બિલમાં જે છેલ્લું ગામ હોય તેનું અંતર લખવામાં આવે તો ચાલે. કોઈ ચકાસણી રસ્તામાં કરવામાં આવે તો અધિકારીને આ અંગે ખુલાસો દઈ શકાય છે.

 

ઇન્કમ ટેક્સ

 

  1. એક કરદાતાએ બે રહેણાંકી મિલકતનું વેચાણ કરેલ છે. 1 મિલકત નાણાકીય વર્ષ 2019 20 મા રૂ 10 લાખમાં વેંચવામાં આવી છે જ્યારે અન્ય ઘર નાણાકીય વર્ષ 2020 21 માં 5 લાખમાં વેંચવામાં આવ્યું છે. કરદાતાએ કલમ 54 હેઠળ એક નવું ઘર નાણાકીય વર્ષ 20 લાખમાં ખરીદવામાં આવ્યું છે. મારો પ્રશ્ન એ છે કે શું તેઓને નાણાકીય વર્ષ 2019 20 માં વેચાણ કરેલ ઘર તથા 2020-21 માં વેચાણ કરેલ ઘર બંનેની રકમ માટે કલમ 54નો લાભ મળી શકે?                                                                                                                                                                     મંથન સરવૈયા

જવાબ: હા, અમારા મતે 2019-20 તથા 2020-21 બન્ને રહેણાંકી ઘર ના વેચાણ માટે, નાણાકીય વર્ષ 2020-21 માં ખરીદેલ નવા ઘરની રકમ માટે કરમુક્તિનો લાભ મળી શકે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને https://taxtoday.co.in/ask-your-question ઉપર મોકલી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

2 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)02nd November 2020

  1. કાર્ટિંગ નો ધંધો છે. એટલે કે ટ્રાન્સપોટેશન જેવુ, જેમા હેવિ ટ્રક ભાડે આપવમા આવે છે. તો બાયો ડીઝલ ની ક્રેડિટ લઇ શકાશે.

    1. આપના પ્રશ્ન બાબતે ટેક્સ ટુડે સાઇટ ઉપર Ask The Experts ટેબ ઉપર મોકલવા વિનંતી.

Comments are closed.

error: Content is protected !!
18108