ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ચૂકવવામાં આવ્યા 1,29,190 કરોડના રિફંડ

Spread the love
Reading Time: < 1 minute

39.49 લાખ કરદાતાઓને 01 એપ્રિલ થી 03 નવેમ્બર સુધી રિફંડ ચુકવ્યાનો કરવામાં આવ્યો છે દાવો

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ટ્વિટર ઉપર બહાર પાડવામાં આવેલ માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 3 નવેમ્બર સુધી 39.49 લાખ કરદાતાઓને 1,29,190 કરોડ ની રકમના રિફંડ ચૂકવવામાં આવ્યા છે. આ પૈકી 34,820 કરોડના રિફંડ કંપની સિવાયના કરદાતાઓને ચૂકવવામાં આવ્યા છે. જો કે આ રિફંડ ક્યાં વર્ષો માટેના છે તથા ચાલુ વર્ષે ભરાયેલ ઇન્કમ ટેક્સ પૈકી કેટલા રિફંડ આપવામાં આવ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. કરદાતાઓમાં એવો ગણગણાટ છે કે ચાલુ વર્ષે ઇન્કમ ટેક્સના રિફંડ મોડા ચૂકવવામાં આવી રહ્યા છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં કરદાતાઓને બાકી રિફંડ જલ્દી ચૂકવવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

 

error: Content is protected !!