હવે નવું PAN કાર્ડ મેળવો 10 મિનિટ માં!!!

Spread the love
Reading Time: 2 minutes

તા. 29.05.2020: PAN એટ્લે Permanent Account Number. ગુજરાતીમાં આને સ્થાયી ખાતા આંક કહી શકાય. ઇન્કમ ટેકસ કાયદા હેઠળ આપવામાં આવતું PAN એ ખૂબ મહત્વ ધરાવે છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેન્ક ખાતું ખોલાવવામાં, બેન્ક લોન મેળવવામાં, મિલ્કત ખરીદીની નોંધણી કરવવામાં, વિદેશી યાત્રા કરવા સમયે આ PAN અનિવાર્ય રીતે માંગવામાં આવે છે અથવા તો તેનો આગ્રહ રાખવામા આવે છે. આ PAN કાર્ડની મેળવવામાં માં હાલ 15 દિવસ થી માંડી 1 મહિના જેટલો સમય લાગતો હોય છે. આ ઉપરાંત તે કઢાવવા જે-તે એજન્સીની 110 રૂ જેવી ફી પણ ચૂકવવી પડતી હોય છે.

નાણાંમંત્રી નિર્મલા સિથારમણ દ્વારા 28 મે 2020 ના રોજ આધાર ઉપરથી PAN તુરંતજ (અંદાજે 10 મિનિટમાં) મેળવી શકાય તેવી સગવડ શરૂ કરવામાં આવેલ છે. આ સગવડ ને “E PAN”- :ઇંસ્ટંટ PAN- સગવડ તરીકે ઓળખાઈ રહી છે. દરેક વ્યક્તિકે જેમની પાસે આધાર કાર્ડ છે અને તે આધાર કાર્ડમાં તેમનો મોબાઈલ લિન્ક છે તે તમામ ને આ સગવડ મળી શકશે. આવો જાણીએ શું છે આ નવી શરૂ કરવામાં આવેલ સગવડ…

E PAN વિષે મહત્વની વિગતો:

  • E PAN માટે અરજી કરતાં અરજદાર પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ આધાર કાર્ડ અન્ય કોઈ PAN સાથે લિન્ક ના થયેલ હોવું જોઈએ.

 

  • આ આધાર કાર્ડમાં તેમનો મોબાઈલ ફોન લિન્ક થયેલ હોવો જોઈએ.

 

  • આ E PAN માટે કોઈ પણ પ્રકારની ફી સરકાર કે તેમની એજન્સીઓ ને ચૂકવવાની રહેતી નથી. હા એ જાણવું જરૂરી છે કે સામાન્ય રીતે આ PAN કાર્ડ ની અરજી ની વિધિ કરનાર/સેવા આપનાર વ્યક્તિ આ અંગે પોતાની ફી લેતા હોય છે.

 

  • https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/index.html?lang=eng આ લિન્ક ઉપર આધાર કાર્ડ નંબર નાંખવાથી આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. આ OTP નાંખવા બાદ એક સરળ વિધિ પૂર્ણ કરવાથી 15 આંકની એક “એકનોલેજમેંટ” (પહોચ) જનરેટ થશે.

 

  • આ એકનોલેજમેંટ નંબર ઉપરથી અરજ્કર્તા ગમે ત્યારે પોતાની અરજી સ્થિતિ જોઈ શકશે. અંદાજે 10 મિનિટ જેવા સમય બાદ અરજકર્તા ને PAN આપી દેવા પ્રયાસ કરવામાં આવશે.

 

 

  • આ PAN PDF સ્વરૂપે રહેશે. આ PDF પ્રિન્ટ PAN કાર્ડની જેમ માન્ય ગણાશે.

 

  • જે અરજકર્તા ના આધાર કાર્ડ માં ઇ મેઈલ રજિસ્ટર્ડ હોય તેમના ઇ મેઈલમાં પણ આ PAN મોકલવામાં આવશે.

 

  • આ અરજીમાં કોઈ પણ અન્ય પુરાવાઓ આપવાના રહેશે નહી. ફોટો પણ આપવાનો રહેશે નહીં.

 

  • આ પદ્ધતિ માત્ર નવા PAN મેળવવા માટે રહેશે. જેમની પાસે PAN હોય અને તેમાં સુધારા વધારા કે ફરી પ્રિન્ટ કરાવવા આ પદ્ધતિ ઉપયોગી બનશે નહીં.

 

આ સગવડના કારણે હવે PAN મેળવવું ખૂબ સરળ બનશે. આ E PAN યોજના ની જાહેરાત નાણાંમંત્રીએ આ બજેટમાં કરેલ હતી. આ ઉપરાંત આ બજેટમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે જે વ્યક્તિ પાસે PAN નહીં હોય તેઓ PAN ની જગ્યાએ પોતાના આધાર કાર્ડ આપી શકશે. આ PAN ની જગ્યાએ આધાર ઉપયોગ કરી શકવાની યોજના કેટલી સફળ થાય છે એ તો આવનાર સમયમાંજ જાણવા મળશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!