આવકવેરા ખાતા દ્વારા હાથ ધરવામાં આવશે ખાસ ઝુંબેશ.. 2018-19 ના રિટર્ન બાકી હશે તેને જશે મેસેજ-ઇ મેઈલ
2018 19 નું રિટર્ન ભરવામાં માત્ર 11 દિવસ છે બાકી!! નોટિસો થી બચવા લોકો રિટર્ન ભરી આપે તેવી કરવામાં આવશે અપીલ
તા. 20.07.2020: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા સોમવાર તારીખ 20 જુલાઇ થી એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત જે કરદાતાઓ ની માહિતી બેન્ક, સબ રજીસ્ટ્રાર ઓફિસ, શેર માર્કેટ ની ઓફિસ, ક્રેડિટ કાર્ડ વગેરે પાસેથી મળી હશે તેમને ઇન્કમ ટેક્સ દ્વારા ઇ મેઈલ દ્વારા તથા SMS દ્વારા સૂચિત કરવામાં આવશે. આ ઉપરાંત જી.એસ.ટી., ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ની વિગતો, અન્ય કરદાતાઑએ ભરેલ સ્પેસિફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્સેકશન (STF) ની માહિતી ઉપરથી પણ આ ઇ મેઈલ-SMS મોકલવામાં આવશે. આ કરદાતાઓને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ખાસ અપીલ કરશે કે તેઓ પોતાનું રિટર્ન ભરી આપે. ઘણીવાર રિટર્ન ના ભરવાના કારણે કરદાતાઓને નોટિસ તથા સ્કૃટીની (ચકાસણી) નો સામનો કરવો પડતો હોય છે. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આ અંગે 18 જુલાઇના રોજ એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી હતી.
એવા કરદાતા કે જેમણે પોતાના રિટર્ન ભર્યા હોય અને ઇન્કમ ટેક્સ પાસેની વિગતો સાથે સુ-સંગત ના હોય તેવા કરદાતાઓને પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા જાણ કરવામાં આવશે અને તેઓને પોતાનું રિટર્ન સુધારવા તક આપવામાં આવશે તેવું પણ આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે.
આ SMS-ઇ મેઈલ નો જવાબ કરદાતાઓએ ઓનલાઈન પોર્ટલ ઉપર આપવાનો રહે છે. આ માટે ઇન્કમ ટેક્સ ઓફિસે ધક્કો ખાવાનો રહેશે નહીં. આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા આ ઝુંબેશમાં કરદાતાઓ જોડાઈ અને તે અંગે જરૂરી કાર્યવાહી પોતાના ફાયદા માટે કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
પ્રેસ વિજ્ઞપ્તિ: CBDT_to_start_e_campaign_Voluntary_Compliance_18_7_20