સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 20th July 2020

Spread the love
Reading Time: 2 minutes

Experts

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

20th July 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી.

  1. અમો અકાઉન્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલ છીએ અને અમો GST માં રજીસ્ટર છિએ. અમારી ઓફિસમાં ચા કોફી નું મશીન લીધેલું છે જેના ઉપર GST  લાગેલ છે. અમારો પ્રશ્રન એ છે કે GST ની ITC મળવા પાત્ર છે?       CA કલ્પેશ પટેલ

જવાબ:- ના, અમારા મતે આ ચા-કોફી મશીન ની ITC જી.એસ.ટી. કાયદાની કલમ 17(5)b (i)  હેઠળ બ્લોક ક્રેડિટ ગણાય. આ મશીન ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.

 

  1. અમારા આસીલને પૂરે પૂરો કેકટરીની પ્લાન્ટ ચાલુ કન્ડિશનમાં લમસમ  કિમતે વેચવાનો છે તો આ બાબત માં ઇન્કમટેક્સ અને જી.એસ.ટી. ની ગણતરી કેવી રીતે કરવાની રહસે ?.                                                                         હિત લિંબાણી

જવાબ:- “ગોઇંગ કન્સર્ન” તરીકે જો આ વેચાણ કરવામાં આવે તો જી.એસ.ટી.ની જવાબદારી આવે નહીં. પણ આ એક સંપૂર્ણ ટેક્સ પ્લાનિંગ અંગે નો પ્રશ્ન છે. જેનો જવાબ આપવો કેસ ની વિગતો સમજ્યા વગર શક્ય નથી. આ પ્રકારના સંપૂર્ણ પ્લાનિંગ અંગેના પ્રશ્નો મતે આપ અમાર ટિમ ની પ્રોફેશ્ન્લ મદદ લઈ શકો છો.

 

  1. અમારા અગાઉ અમારા એક અસીલના કન્સલ્ટન્ટ દ્વારા GSTR 3Bમાં વેચાણ દર્શાવેલ છે. પરંતુ ખરેખર ચોપડમાં કોઈ વેચાણ નથી. આવી રીતે ITC પણ ક્લેમ કરેલ છે જે ખરેખર નથી. આમ, આ રિટર્ન ખોટી રીતે ભરાઈ ગયેલ છે. હવે આનો સુધારો કરવા શું કરી શકીએ?                                                                                      શાહીદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર

જવાબ: આ પ્રકારના સુધારા માટે સેન્ટરલ ટેક્સનો 26/2017 નો સર્ક્યુલર જોઈ જવા વિનંતી. આ મુજબ તમારે જે તે નાણાકીય વર્ષ ના પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના રિટર્નની ડ્યું ડેઇટ સુધી વેચાણ તથા ITC નેટ ઓફ કરી દર્શાવવાના રહે છે.

 

                :ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!